SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૭,૮ એક શબ્દના અનેક અર્થ હોય છે. તે વિવિધ અર્થોમાંથી પ્રસંગને અનુરૂપ અર્થની અભિવ્યક્તિ નિક્ષેપ દ્વારા થાય છે. નિક્ષેપ અપ્રસ્તુતનું નિરાકરણ કરી, પ્રસ્તુતનું વિધાન કરવામાં સમર્થ છે. તેથી પ્રકૃત (પ્રસંગ સંગત) અર્થનો બોધ અને અપ્રકૃત (અપ્રાસંગિક) અર્થનું નિરાકરણ થઈ જાય છે. • સૂત્ર-૯ : પ્રશ્ન :- આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આવશ્યકના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે (૧) નામ આવશ્યક, (૨) સ્થાપના આવશ્યક, - ૨૫ (૩) દ્રવ્ય આવશ્યક, (૪) ભાવ આવશ્યક. • વિવેચન-૯ : ‘મે' શબ્દ ‘અય’ અર્થનો ધોતક છે. ‘અથ’ શબ્દનો પ્રયોગ મંગલ, અનન્તર, પ્રારંભ, પ્રશ્ન અને ઉપન્યાસ વગેરે અર્થમાં કરાય છે. અહીં વાક્યના ઉપન્યાસ અર્થમાં તેનો પ્રયોગ થયો છે. િશબ્દ પ્રશ્નાર્થસૂચક છે અને તેં શબ્દ સર્વનામ છે. આવશ્યક શબ્દનું નિર્વચન :- નિર્વચન એટલે સંયુક્ત પદને વિભક્ત-ટુકડા કરી, વાક્યના અર્થને સ્પષ્ટ કરવો. (૧) અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યક. દિવસ અને રાત્રિના અંતભાગમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક કહેવાય. (૨) સર્વ પ્રકારે ગુણોને વશ્ય-આધીન કરે તે આવશ્યક. (૩) ઈન્દ્રિય અને કષાયાદિ સર્વપ્રકારે જેનાથી વશ કરાય તે આવશ્યક. (૪) ગુણશૂન્ય આત્માને સર્વાત્મના ગુણોથી જે વાસિત કરે તે આવશ્યક. આ સૂત્રમાં આવશ્યકના ચાર પ્રકાર બતાવ્યા છે. તે નિક્ષેપ અનુસાર ચાર પ્રકાર છે. નિક્ષેપના ઓછામાં ઓછા ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સંક્ષેપમાં ચાર નિક્ષેપ ઃ (૧) નામ નિક્ષેપ ઃ- કોઈપણ વ્યક્તિ કે પદાર્થનું ગુણાદિની અપેક્ષા રાખ્યા વિના નામ રાખવું. જેમકે કોઈ બાળકનું નામ ઈન્દ્ર રાખવામાં આવે અને તે વ્યક્તિને ઈન્દ્ર કહીએ, તે નામ ઈન્દ્ર કહેવાય. (૨) સ્થાપના નિક્ષેપ - પ્રતિમા, ચિત્ર, લાકડા વગેરેમાં તે આકાર રૂપ અથવા ચોખા વગેરેમાં આકાર વિના જે સ્થાપના કરાય તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. જેમકે પ્રતિમામાં ‘આ ઈન્દ્ર છે’ તેમ સ્થાપવું. (૩) દ્રવ્ય નિક્ષેપ :- જીવ-અજીવની ભૂતકાલીન અવસ્થા અથવા ભવિષ્યકાલીન અવસ્થાનું વર્તમાનમાં કથન કરાય તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. જે સાધુ, આ મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરી ઈન્દ્ર બનવાના હોય તેને ઈન્દ્ર કહેવા અથવા ઈન્દ્ર પર્યાય પૂર્ણ કરી મનુષ્ય અવસ્થાને પ્રાપ્ત થયેલ વ્યક્તિને ઈન્દ્ર કહેવામાં આવે, તે દ્રવ્ય ઈન્દ્ર. દ્રવ્ય નિક્ષેપમાં જે પદ (શબ્દ) ઉપર નિક્ષેપ ઉતારવા હોય તે પદના જ્ઞાનજ્ઞાતાના આધારે બે ભેદ કરવામાં આવે છે. (૧) આગમતઃ દ્રવ્ય નિક્ષેપ અને (૨) નોઆગમતઃ દ્રવ્ય નિક્ષેપ. આગમતઃ દ્રવ્ય નિક્ષેપમાં જ્ઞાનાપેક્ષયા કથન હોય છે તે ૨૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જ્ઞાનમાં જ્ઞાતાનો ઉપયોગ હોતો નથી માટે તે આગમતઃ દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. નોઆગમતઃ દ્રવ્યનિક્ષેપમાં ‘નો' પદ સર્વથા નિષેધ અર્થમાં છે. તેનું તાત્પર્ય છે – જ્ઞાનાભાવની અપેક્ષા આવશ્યકનો દ્રવ્ય નિક્ષેપ અથવા પ્રવૃત્તિ અપેક્ષાથી આવશ્યકનો દ્રવ્ય નિક્ષેપ. નોઆગમતઃ દ્રવ્ય નિક્ષેપના ત્રણ ભેદ છે. (૧) જ્ઞાયકશરીરનોઆગમથી દ્રવ્યનિક્ષેપ (૨) ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યનિક્ષેપ (૩) તતિરિક્ત નોઆગમથી દ્રવ્યનિક્ષેપ. (૧) જ્ઞાયકશરીરનોઆગમથી દ્રવ્યનિક્ષેપ :- જેણે ભૂતકાળમાં તે તે પદના અર્થને જાણ્યો હોય, તેવા જ્ઞાતાનું વર્તમાનમાં મૃતક શરીર પડ્યું હોય, તેને તે નામથી સંબોધિત કરવું. જેમ કે ‘ઈન્દ્ર’ પદના અર્થને જાણનાર કોઈ વ્યક્તિના મૃત શરીરને ‘ઈન્દ્ર’ કહે તો તે જ્ઞાયકશરીરનોઆગમદ્રવ્યથી ઈન્દ્ર કહેવાય. (૨) ભવ્ય શરીરનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ઃ- કોઈ ભવિષ્યમાં ‘ઈન્દ્ર' પદના અર્થને જાણશે. વર્તમાનમાં જ્ઞાન નથી પરંતુ ભવિષ્યમાં જ્ઞાતા બનશે, તેને વર્તમાનમાં ‘ઈન્દ્ર' કહેવાય તો તે ભવ્યશરીરનોઆગમ દ્રવ્યથી ઈન્દ્ર કહેવાય. (૩) તદ્બતિરિક્તનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ઃ- તેમાં તે શબ્દનો જે જે પદાર્થ માટે પ્રયોગ થતો હોય, તે સર્વનું ગ્રહણ કરવામાં આવે છે. (૪) ભાવ નિક્ષેપ ઃ- શબ્દના અર્થ અનુરૂપ અવસ્થા વર્તમાન હોય ત્યારે તે શબ્દનો પ્રયોગ થાય તે ભાવનિક્ષેપ કહેવાય છે. જેમકે ઈન્દ્રની પર્યાયનો અનુભવ કરે ત્યારે તેને ઈન્દ્ર કહેવું, તે ભાવ ઈન્દ્ર છે. ભાવ નિક્ષેપમાં પણ બે ભેદ છે. (૧) આગમથી ભાવનિક્ષેપ (૨) નોઆગમથી ભાવનિક્ષેપ. (૧) આગમથી ભાવ નિક્ષેપ ઃ- ‘ઈન્દ્ર' પદના જ્ઞાનથી યુક્ત કોઈ જ્ઞાતા તેમાં ઉપયોગવાન હોય ત્યારે તે આગમથી ભાવનિક્ષેપ કહેવાય છે. (૨) નોઆગમથી ભાવ નિક્ષેપ :- તે પદનું જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે તદનુરૂપ ક્રિયા-પ્રવૃત્તિ હોય તો તે નોઆગમથી ભાવનિક્ષેપ કહેવાય છે. અહીં ‘નો' પદનો પ્રયોગ સૂત્રકારે એક દેશ નિષેધ અર્થમાં કર્યો છે. જ્ઞાન છે તે આગમ છે પરંતુ ક્રિયા છે તે જ્ઞાનરૂપ નથી. તેથી ક્રિયા દેશમાં જ્ઞાનરૂપતાના નિષેધ માટે ‘નો* કહ્યું. એક દેશમાં જ્ઞાન છે એક દેશમાં નથી તે સૂચવવા ‘નોઆગમથી' શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમકે ‘ઈન્દ્ર' આ પદને જાણનાર (જ્ઞાયક) ઉપયોગપૂર્વક વંદન નમસ્કાર આદિ ક્રિયાયુક્ત હોય તો તે નોઆગમથી ભાવનિક્ષેપ કહેવાય છે. આગમથી-નોઆગમથી દ્રવ્ય ભાવ નિક્ષેપનો તફાવત ઃ આ જ્ઞાન હોય પણ ઉપયોગ ન હોય તેવા જ્ઞાયકને આગમથી દ્રવ્યનિક્ષેપ કહે છે. જ્ઞાન પણ હોય અને તેમાં ઉપયોગ પણ હોય, તેવા જ્ઞાયકને આગમથી ભાવનિક્ષેપ કહે છે. ભૂતકાળમાં તે પદનું જ્ઞાન હતું, ભવિષ્યમાં તે પદનું જ્ઞાન પ્રાપ્ત કરશે પણ વર્તમાનમાં તે પદનું જ્ઞાન ન હોય તેવી વ્યક્તિ, તે પદનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પુસ્તકાદિ સાધનો અથવા તે પદથી સૂચવાતા અન્ય સર્વ જ્ઞેય પદાર્થોને નોઆગમથી
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy