SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વાદળ વિચારે છે : આપણું તે કાંઈ જીવન છે? પવન નચાવે તેમ નાચવાનું. એ જયાં લઇ જાય ત્યાં જવાનું... ધાર્યું કશું જ ન થાય. પેલા પંખીઓ કેવા સ્વતંત્ર છે ? ધારે ત્યાં ઊડે છે. કાશ ! હું જો પંખી હોઉં ! નદીનો આ બાજુનો કિનારો વિચારે છે : અહીં તો કાંઈ સુખ નથી. નય કાદવ કાદવ જ છે. પેલો કિનારો કેટલો રળિયામણો છે ? સાચે જ બધું સુખ પેલી બાજુ જ છે. નદીનો પેલી બાજુનો કિનારો વિચારે છે : સાલું આપણા ભાગ્યમાં જરાય સુખ જ નથી. માત્ર કાદવ ને કીચડ જ છે. બધા જ સુખો ત્યાં છે. પણ ના... કોયલ, મોર કે વાદળ કોઇ કશું વિચારતું નથી, પણ માણસો ચોક્કસ આવું વિચારી રહ્યા છે. છગન વિચારે છે : મગનને કેટલી સુંદર નોકરી મળી છે? અને પેલો મગન વિચારે છે : છગનને કેટલું સુંદર ઘર મળ્યું છે ? છ છોકરાને લઇને ફરતી વાઘરણ વિચારે છે : પેલી ક્રોડપતિ બાઇ કેટલી સુખી છે ? આપણે તો ભટક્યા જ કરવાનું ! પેલી વાંઝણી ક્રોડપતિ બાઇ વિચારે છે : શું કરવા'તા ક્રોડ રૂપિયાને? મારાથી તો પેલી વાઘરણ પણ સારી ! કેટલા બાલ-બચ્ચા સાથે આનંદ-કિલ્લોલ કરે છે ? આમ દરેક માણસ બીજામાં સુખ જોઇ રહ્યો છે. પણ માણસ ભૂલી જાય છે કે આ માણસ વળી તમને સુખી માની રહ્યો છે. જે મળતી સ્થિતિનો સાનંદ સ્વીકાર કરતો નથી અને હૈયાબળાપામાં જ વખત વીતાવે તે સુખી શી રીતે ? સુખ સ્વમાં રહેવામાં છે, સ્વસ્થતામાં છે. જે સ્વકેન્દ્રમાં સ્થિર બની જાય છે, એના ચરણે સુખોના ઢગલે-ઢગલા આવી પડે છે. ન આકાશગંગા • ૧દર સંતોષીનું સુખ : ધન મેળવીને તમે તમારા અહંકારને તૃપ્ત કરી શકો છો, ‘હું સુખી છું' એવો ભ્રમ બીજા લોકોમાં ફેલાવી શકો છો, પણ વાસ્તવિકમાં તમે કદી સુખી બની શકતા નથી. સંતોષના અમૃતથી તૃપ્ત થયેલા શાંત ચિત્તવાળાને જે સુખ હોય છે, તે આમતેમ દોડતા ધન લોભી ક્ષુબ્ધ ચિત્તવાળા માણસોને ક્યાંથી હોય ? સંતોષી માણસ છ ફૂટની જમીનથી પણ ખુશ બની શકે છે, જયારે અસંતોષી માણસ આખી દુનિયાના રાજયથી પણ રાજી થઇ શકતો નથી ! દમન અને શમન : સંતોષના ત્રણ માર્ગ : (૧) દાન, (૨) બુદ્ધિપૂર્વક શમન, (૩) જબરદસ્તીથી દમન. દા.ત. : શર્દીના દર્દી નાના બાળકે શીખંડ ખાવાની હઠ પકડી. જયારે તે ના પાડવા છતાં ખાવા લાગ્યો, ત્યારે તેના પપ્પાએ ધડ... દઇને એક તમાચો ઠોકી દીધો. બાળક ખાતો બંધ થઇ ગયો, પણ મનમાં ધંધવાતો રહ્યો. પછી મમ્મીએ તેને શીખંડ શર્દીમાં કેટલું નુકસાન કરે વગેરે પ્રેમથી સમજાવ્યું. બાળકનું મન શાંત થઇ ગયું. પપ્પાએ દમનનો માર્ગ અપનાવ્યો. મમ્મીએ શમનનો માર્ગ અપનાવ્યો. દમન કરતાં શમન સદા શ્રેષ્ઠ છે. * સંતોષ ધન : ગોધન ગજધન વાજિધન, ઔર રતનધન ખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂલ સમાન. - રોમ સતસઈ ને આકાશગંગા • ૧૬૩ –
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy