SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તમે ક્યાં નમસ્કાર કરો છો ? ગુણ અને જ્ઞાન છોડીને બાકીના નમસ્કાર નકામા છે. ૩૪. લોભ - તણા - પરિગ્રહ) પાપનો દાદો કોણ? લોભની દીકરી માયા (પૈસા કમાય ત્યારે માયા પ્રાયઃ હોય જ). માયાનો દીકરો માન (માયાથી કમાયેલા પૈસા પર અભિમાન થાય જ). ક્રોધનો દીકરો દ્રોહ (ક્રોધી માણસ દ્રોહ કરતો જ હોય છે). દ્રોહની દીકરી દુર્ગતિ (દ્રોહી માણસ દુર્ગતિમાં જાય જ). દુર્ગતિનો પરિવાર સંસાર (એકવાર દુર્ગતિમાં ગયેલો જીવ પ્રાયઃ સંસારમાં રખડ્યા જ કરે). એટલે લોભ બધા પાપોનો ‘દાદો' થયો. ખરુંને ? ક્રોધથી પ્રેમનો, માનથી વિનયનો, માયાથી મિત્રનો નાશ થાય. જ્યારે લોભથી બધાનો નાશ થાય. લોકો સવવિણાસણો”. અસંતોષ : અસંતોષ બાહ્ય પદાર્થો માટે મોટું દૂષણ, આંતર ગુણો માટે મોટું ભૂષણ. જયારે માણસ ગુણ-પ્રાપ્તિમાં સંતોષી બની જશે ત્યારે તેનો વિકાસ સ્થગિત બની જશે. આંતર-વિકાસમાં સંતોષ કેવો ? ન આકાશગંગા • ૧૬૦+ સંતોષ ક્યાં ? અસંતોષ ક્યાં? cછે ત્રણ સંતોષમાં રાખો : સ્વ-પત્ની, ભોજન, ધન. cછે ત્રણમાં અસંતોષ રાખો : દાન, તપ, જ્ઞાન. તૃપ્ત થયો નથી.. પુત્રાદિ પરિવારથી સગર ચક્રવર્તી તૃપ્ત નથી થયો. ગાયોના ધણોથી કુચિકર્ણ તૃપ્ત નથી થયો. ધાન્યના ઢગલાથી તિલક શેઠ તૃપ્ત નથી થયો. સોનાના ડુંગરોથી નંદરાજા તૃપ્ત નથી થયો. - પૂ. હેમચંદ્રાચાર્ય જ સુખી થવું હોય તો... પાપનું મૂળ શું? લોભ. રોગનું મૂળ શું? સ્વાદ. દુ:ખનું મૂળ શું ? સ્નેહ. તારે સુખી થવું છે ? તો લોભ, સ્વાદ અને સ્નેહ છોડી દે. જ સૌને બીજાને ત્યાં જ સુખ દેખાય છે : કોયલ વિચારે છે : હાય ! હાય ! હું કેટલી કાળી છું? પેલો મોર કેટલો સુંદર છે ? હું મોર હોત તો કેટલું સારું. મોર વિચારે : વાહ ! કોયલનો કેવો મીઠો ટહૂકાર છે? મારા અવાજના કોઇ ઠેકાણા છે ? કાશ ! હું જો કોયલ હોત ! પંખી વિચારે છે : હું વાદળ હોત તો કેટલું સારું ? પાંખો હલાવી હલાવીને હું તો થાકી ગયો. વાદળને કાંઇ જ ચિંતા નહિ. પાંખો હલાવવાની જ નહિ. બસ... એમને એમ આકાશમાં તરવાનું. મને એવું સૌભાગ્ય ક્યારે મળશે ? | આકાશગંગા • ૧૬૧
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy