SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ - સંતોષ : નંદન-વન છે ક્રોધ યમરાજ છે. cછે તૃષ્ણા વૈતરણી નદી છે. છે વિદ્યા કામધેનુ ગાય છે. છે સંતોષ નંદન-વન છે. - ચાણક્ય નીતિ ૮/૧૩ સંતોષની ચાવી... જયારે બધા જ કામોના બધા જ દ્વાર બંધ થઇ જાય, ત્યારે સંતોષરૂપી ચાવીનો ઉપયોગ કરજો . બધા જ દરવાજા ખૂલી જશે. સંપત્તિ અને ગરીબી : સંતોષ સ્વાભાવિક સંપત્તિ છે. પૈસા કૃત્રિમ ગરીબી છે. - સોક્રેટીસ - હાય ! મમતા ! છે ખોટો તોય ગાંઠનો રૂપિયો. Cછે ભાંગ્યુ તોય ભરૂચ. છે ઘેલો તો પણ પેટનો દીકરો. છે ખારો તો પણ બાપનો કુવો. છે હાય ! મમતા ! રે, મમતા ! શેઠે માલ ખરીદીને ત્રણ મજૂરો પાસેથી આઠ-આઠ પેટી ઉપડાવી. રસ્તામાં મજૂરોને થાકેલા જોઇ શેઠે કહ્યું : બહુ ભાર લાગતો હોય તો અર્ધી પેટી નીચે મૂકી દો. બે મજૂરોએ ચારચાર પેટી નીચે મૂકી દીધી. ત્રીજા મજૂરે એક પણ પેટી ન મૂકી. ઘેર પહોંચતાં દયાળુ શેઠે જે જેટલી પેટી ઉપાડી લાવેલો, તે તમામને તે પેટીઓ ભેટ આપી દીધી. હવે પેલા બે મજૂરો પોક ને આકાશગંગા • ૧૬૪ - મૂકીને રડવા લાગ્યા. અરેરે ! આઠેય પેટીઓ ઉપાડી હોત તો કેટલું સારું ! (પહેલા પેટી પર મમતા ન્હોતી, હવે થઇ ગઇ. હવે એ પોતાની થઇ ગઈને ?) કરડો છો કેમ ? શેઠજી ! રડો છો કેમ ?' ‘દુકાનમાં આગ લાગી છે.' ‘તો પણ શું વાંધો છે ? ગઈ કાલે જ દુકાનદારે તમારા દીકરાને વીમો કઢાવતાં જોયેલો.' અને શેઠ રાજી થઈ ગયા. થોડી વારે દીકરો દોડતો-દોડતો આવ્યો અને બોલી ઊઠ્યો : ‘પિતાજી ! આમ નચિંત થઇને શું ઊભા છો ? દુકાનમાં આગ લાગી છે, તે દેખાતી નથી ?' ‘હવે મને બનાવ નહિ. તે વીમો ઊતરાવ્યો છે ને? હવે શી ચિંતા ?' ‘પિતાજી ! વીમો કઢાવવા ગયેલો... બધા કાગળીઆ તૈયાર થઇ ગયા, પણ સહી-સિક્કા કરવાના બાકી રહી ગયા. અને શેઠજી ફરી રડી પડ્યા ! નિર્મમત્વથી... નિર્મમત્વથી નિઃસંગ ભાવ પ્રગટે છે. નિઃસંગથી ચિત્ત એકાગ્ર બને છે. આથી અનાસક્ત સાધક અસંગનો આનંદ માણતો વિચરે છે. - ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯/૩૦ આસક્તિનો ટૂકડો : કુર પક્ષી માંસનો ટૂકડો લઇને ઊડ્યું. કાગડા વગેરે તેની પાછળ દોડ્યા અને ઝપાઝપી કરવા લાગ્યા. કંટાળીને કુરરે આકાશગંગા • ૧૫F
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy