SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ છે સહુથી મોટો જ્ઞાની : જાતને જાણે તે. છે સહુથી મોટો દેવાળિયો : આત્મવિશ્વાસ ગુમાવે તે. છે સહુથી સહેલી વસ્તુ : બીજાના દોષો જોવા તે. છે સહુથી મુશ્કેલ બાબત : જાતને સુધારવી તે. » સહુથી શ્રેષ્ઠ : પ્રેમ... પ્રેમ... અને પ્રેમ. છે “ગોડ’ એટલે? છે Gઃ જનરેટર, સર્જક. શુભ-ભાવોના સર્જક (બ્રહ્મા). છે o : ઓપરેટર – પોષક. પુણ્યના પોષક (વિષ્ણુ) ce D: ડીસ્ટ્રોયર-વિસર્જક, કર્મોનું વિસર્જન કરનાર (મહેશ). જ તમને કયો રંગ ગમે છે? લ્યુ રંગની પસંદગીવાળો બોલવામાં દક્ષ, સહૃદયી અને શાંત હોય છે. તે મનોવિકૃતિ, ઉત્સાહ આદિ લાગણીઓ પર નિયંત્રણ લાવી શકે છે. ૨. પીળા રંગની ચાહનાવાળો વિચારક અને આદર્શવાદી, હોય છે. ૩. લાલ રંગનો પ્રેમી સાહસિક, આશાવાદી, સહિષ્ણુ અને વ્યવહાર કૌશલ્યવાળો હોય છે. ૪. કાળા રંગનો શોખીન હીન ભાવનાથી યુક્ત હોય છે. ૫. સફેદ રંગનો ઇચ્છુક સત્ત્વશીલ અને ભાવનાશીલ હોય છે. ૪ નિક્ષેપા : ૧. નામ નિક્ષેપો ન માનીએ તો બોલી જ ન શકાય. ૨. સ્થાપના ન માનીએ તો ઓળખાણ ન થાય. ૩. દ્રવ્ય ન માનીએ તો પ્રયત્ન જ ન થઇ શકે. ૪. ભાવ ન માનીએ તો બધું જ અવ્યવસ્થિત થઇ જાય. | આકાશગંગા • ૨૪૨ | ક આયુર્વેદની દૃષ્ટિએ છ પ્રકારે નિદ્રા : ૧. તમોભવા : મરણ સમયે આવે તે. ૨. વિકૃતિભવા : કફની વૃદ્ધિના કારણે આવે તે. ૩. શ્રમજવા : શારીરિક શ્રમના કારણે આવે તે. ૪. અકસ્માભવાઃ કારણ વિના આવે તે. (અનિષ્ટ સૂચક) ૫. રોગમવા : રોગના કારણે આવે તે. ૬. સહજા : રાત્રે સ્વાભાવિક આવે તે. છે સફળતાના સાત સૂત્રો : ૧. વ્યસનોથી મુક્તિ. ૨. વ્યવસાયમાં નીતિ. ૩. વ્યવહારમાં શુદ્ધિ. ૪. વ્યવસ્થાની શક્તિ. ૫. વફ્તત્વમાં નમસ્કૃતિ. ૬. પ્રતિકૂળતામાં ધૃતિ. ૭. પરમાત્માની ભક્તિ. દર્શન કરો : છે જાણવા માટે જગતું દર્શન કરો. Cછે જીવવા માટે જીવ દર્શન કરો. જીતવા માટે (ક) જિન દર્શન કરો. આધુનિક પાંચ વાદ : ૧. સમાજવાદ : બે ગાય હોય તો એક પાડોશીને આપો. ૨. સામ્યવાદ : બંને ગાયો સરકારને આપી દો. તેમાંનું જરૂર પૂરતું દૂધ તમને મળી જશે. ૩. ફાસિસ્ટવાદઃ ગાયો તમારી પાસે રાખો. દૂધ સરકારને આપો. તેમાંથી થોડુંક દૂધ તમને વેંચાતું મળશે. ન આકાશગંગા • ૨૪૩ |
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy