SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. નાઝીવાદ : તમારી ગાયો સરકારને આપી દો. નહિ તો ગોળી મારીને લઈ લેવામાં આવશે. ૫. પુંજીવાદઃ બે ગાયમાંથી એકને વેચીને સાંઢ ખરીદી લો. દુર્લભ અને દુષ્કર : છે દરિદ્રતામાં દાન. છે શક્તિ હોવા છતાં ક્ષમા. છે યૌવનવયમાં તપ. Cછે જ્ઞાન હોવા છતાં મૌન. Cછે સુખમાં ઊછરેલ હોવા છતાં ઇચ્છા નિરોધ. આ પાંચ ચીજો અત્યંત દુર્લભ અને દુષ્કર છે. સમુદ્રોનું પાણી : Cછે ત્રણ સમુદ્રોનું પાણી પીવાલાયક પાણી જેવું જ હોય છે : ૧. કાલોદધિ ૨. પુષ્કરોદધિ ૩. સ્વયંભૂરમણ સમુદ્ર Cછે ત્રણ સમુદ્રોમાં માછલા વગેરે જલચરો ઘણા હોય છે : ૧. લવણ સમુદ્ર ૨. કાલોદધિ ૩. સ્વયંભૂરમણ સમુદ્ર - ઠાણંગ સૂત્ર ૩/૨ પાણીની વિશિષ્ટતા : પાણી સમદર્શી છે. રાજા હોય કે ગરીબ... સૌની એક સરખી. તરસ છીપાવે છે. એ કદી પક્ષપાત કરતું નથી. પાણી ખૂબ જ મિલનસાર છે. જેની પાસે રહે, તેના જેવું બની જાય. ગ્લાસમાં રાખો તો ગ્લાસના આકારવાળું બની જાય અને થાળીમાં રાખો તો તેવા આકારનું બની જાય. ન આકાશગંગા • ૨૪૪ | પાણીની નીચે ગમે તેટલી ઊંચી-નીચી જગ્યા હોય, પણ તે સપાટી પર કદી ઊંચાણ કે નીચાણ બતાવતું નથી. પાણીની સપાટી હંમેશા સમતલ જ રહેવાની. પ્રાયશ્ચિત એટલે શું? ‘પ્રાયઃ' એટલે લોકો. ‘ચિત્ત’ એટલે મન. જે ક્રિયા દ્વારા લોકોના મનમાં આદર થાય તે “પ્રાયશ્ચિત્ત'. - પ્રાયશ્ચિત્ત સમુચ્ચયવૃત્તિ નવ અમૃત કુંડો : ૧. કરૂણાયુક્ત ચિત્ત. ૨. મધુરતાયુક્ત વચન. ૩. પ્રસન્નતાયુક્ત દૃષ્ટિ. ૪. ક્ષમાયુક્ત શક્તિ. શ્રતયુક્ત મતિ. ૬. દાનયુક્ત લક્ષ્મી. ૭. શીલયુક્ત રૂપ. ૮. નમ્રતાયુક્ત શ્રત. ૯. કોમળતાયુક્ત સત્તા. શોકનો પરિવાર : છે કાયામાં કૃશતા. છે લોકમાં લઘુતા. છે મનમાં દીનતા. છે બુદ્ધિમાં વિસ્મૃતિ. { આકાશગંગા • ૨૪૫ |
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy