SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતે પાંચ અતિચાર, સહસા રહસ્સદારે૦ સહસાત્કારે કુણહિ પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા મંત્રભેદ કીધો. અને૨ા કુણહિનો મંત્ર, આલોચ, મર્મ પ્રકાશ્યો. કુહિને 'અનર્થ પાડવા મૂડી બુદ્ધિ દીધી. ફૂડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણમોસો કીધો. કન્યા ગૌ ઢોર, ભૂમિસંબંધી લેહણે-દેહણે વ્યવસાયે વાદવઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા. હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મોડ્યા. મર્મવચન બોલ્યા, બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ ૨. ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રતે પાંચ અતિચાર, તેનાહડપ્પઓગે૦, ઘર, બાહિર, ક્ષેત્રે ખલે પરાઇ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઇ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું. તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધાં. કૂડે કાટલે, તોલે માને, માપે વહોર્યાં. દાણચોરી કીધી, કુણહને લેખે વરાંસ્યો. સાટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો. ૧. કષ્ટમાં-નુકશાનીમાં. ૨. પોતાને ત્યાં મૂકેલ થાપણોનો ઈન્કાર કરવો. ૩. ખરીદ કરી. ૪. ભાતું. ૫. છેતર્યો.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy