SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શોધી ન વાવર્યાં, ઇંધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં તે માંહિ સાપ, વિંછી, ખજુરા, સરવલા, માંકડ, જુઆ શિંગોડા `સાહતાં મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યાં. કીડી-મંકોડીનાં ઇંડાં વિછોહ્યાં. લીખ ફોડી ઉદેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચુડેલ, પતંગિયા, દેડકાં, અલસીયાં, ઇઅલ, કુંતાં, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણટ્ટા, માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગ તણાં ઇંડાં ફોડ્યાં. અનેરા એકેન્દ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા, કાંઈ હલાવતાં ચલાવતાં પાણી છાંટતાં, અનેરાં કાંઈ કામકાજ કરતાં નિર્ધ્વસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગલણું ન કીધું. અણગળ પાણી વાવયું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા. લુગડાં ધોયાં. ખાટલા તાવડેપ નાંખ્યા, ઝાટક્યા, જીવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દલણે, ખાંડણે લીંપણે, રૂડી જયણા ન કીધી. આઠમ-ચઉદસના નિયમ ભાંગ્યા. ધૂણી કરાવી, પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતવિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૧. ૧. ઝાલતાં-પકડતાં. ૨. લીખના બે ટુકડા કર્યા. ૩. નિર્દયતા. ૪. ન્હાયા. ૫. તડકે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy