SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ વિશ્વાસઘાત કીધો. પરપંચના કીધી. પાસંગ કુડાં કીધાં. દાંડી ચઢાવી. લહકે ગહકે કૂંડાં કાટલાં, માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર 'કલત્ર વંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી, થાપણ ઓળવી. કુણહીને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ૦ ૩. ચોથે સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર, અપરિગ઼હિયાઇત્તર૦ અપરિગૃહીતાગમન, ઈત્વરપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારાશોકતણે વિષે દૃષ્ટિ વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા; આઠમ ચઉદસ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. ઘર ઘરણાં કીધાં કરાવ્યાં. વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો, અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં, પરાયા વિવાહ જોડચા. ઢિંગલા ઢિંગલી પરણાવ્યાં. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, ૧. સ્ત્રી ૨. ઠગી ૩. વેશ્યા ગમન ૪. થોડા કાળ માટે રાખેલી સ્ત્રી સાથે ગમન. ૫. નાતરૂં - પુનર્લગ્ન ૬. વ્યવહાર વિરુદ્ધ અંગો વડે કામ ક્રીડા કરવી. ૭. અતિક્રમ, વ્યક્તિક્રમ, અતિચાર અને અનાચાર, આ ચારે દોષ એક-એકથી ચઢીયાતા છે, તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે - (પેજ નં. ૨૨૭નીનીચે)
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy