SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ અર્થ:-પાણી, અગ્નિ, ઝેર, સર્પ, માઠા ગ્રહ, રાજા, રોગ, લડાઈના ભયથકી (અને) રાક્ષસ, શત્રુઓના સમૂહ, મરકી, ચોર, સાત ઇતિ (ભય) અને મદોન્મત્ત ફાડી ખાનારા પ્રાણીઓ વગેરેના ભયથી. ૧૨ અથ રક્ષરક્ષ સુશિવ, કુરુકુરુ શાન્તિ ચ કુરુ કુરુ સદેતિ | તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ વમ્ ૧૩ અર્થ - હવે રક્ષણ કર, રક્ષણ કર, અતિશય નિરુપદ્રવપણું કર કર. વળી શાન્તિ કર કર, અને નિરંતર એજ પ્રમાણે કર કર; તુષ્ટિ, પુષ્ટિ, અને કલ્યાણ કર કર; એટલા વાનાં તું કર. ૧૩ ભગવતિ ! ગુણવતિ ! શિવશાન્તિતુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ કુરુ જનાનામ્ | ઓમિતિ નમો નમો હોં, હીં, હૃદયઃ ક્ષઃ હી ફૂટુ ફૂટ્ સ્વાહા ૧૪ અર્થ :- હે ભગવતિ ! હે ગુણવતિ ! પૃથ્વીને વિષે તું મનુષ્યોને કલ્યાણ, શાનિત, તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષેમ (કલ્યાણ) કર કર. જ્યોતિસ્વરૂપિણી એવી હે દેવી! તને નમસ્કાર થાઓ. હૉ ૧. અતિવૃષ્ટિ (ઘણો વરસાદ), અનાવૃષ્ટિ (વરસાદ ન થાય તે). ઉંદર, તીડ, પોપટ, સ્વચક્ર, (પોતાના રાજાના સૈન્યનો) ભય તથા પરચક્ર ભય એ સાત પ્રકારે ઇતિ જાણવી. + ફૂટું ફઃ, ફર્ ફટ્ સ્વાહા ઇતિ પાઠાન્તર
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy