SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ષડ્ દ્રવ્યોમાં લય દરેક પુદ્ગલદ્રવ્ય સ્થિર રહે છે, તેની અવસ્થાઓ (પર્યાયો) બદલાતી રહે છે. આ પરિવર્તનની સુવ્યવસ્થિત પ્રક્રિયામાં લય જોવા મળે છે. પર્યાયો જન્મે છે અને નાશ પામે છે. આ જન્મનાશની સાઈકલ ચાલતી જ રહે છે. એવી જ રીતે જીવદ્રવ્ય સ્થિર હોય છે. તેના પર્યાયો બદલાયા કરે છે. એ પર્યાયોનું પરિવર્તન નિશ્ચિત રૂપે જ થતું હોય છે. આ પરિવર્તનમાં લયનાં દર્શન કરવાનાં છે. જીવોના અને જડપુદ્ગલોના પરિવર્તનોનો લય જો એકાગ્ર મન-વચન-કાયાથી માણસ કરે તો કદાચ તેને બ્રહ્મજ્ઞાન લાધી જાય! હવે એક સૂક્ષ્મ જ્ઞાનની વાત કરીશ. કદાચ તને સમજાય કે ન પણ સમજાય. મોક્ષ પામેલા, સિદ્ધશિલા પર રહેલા અનંત સિદ્ધ ભગવંતોમાં પણ એક પ્રકૃષ્ટ લય પ્રવર્તતો હોય છે. તેમના આત્મામાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગની રીધમ-લય સતત ચાલ્યા કરતો હોય છે. એક સમયે જ્ઞાનોપયોગ, બીજા સમયે દર્શનોપયોગ! આ ઉપયોગ અનંતકાળ પર્યંત ક્યારેય ખોરવાયા વિના ચાલ્યા કરવાનો. આ સિદ્ધોનો પ્રકૃષ્ટ લય છે. એમના અનંત-અવ્યાબાધ સુખની અખંડ ધારા પણ પરમ લય જ છે. આપણે એમના આ પરમ લયનું ધ્યાન કરીએ તો આપણને લયયોગની પ્રાપ્તિ થઈ જાય. લય અને પ્ર-લય એક સિક્કાની બે બાજુ જેવા છે. આ સૃષ્ટિમાં પરિવર્તન કાયમી બાબત છે. પરિવર્તન એટલે ક્ષણે ક્ષણે ચાલતી પ્રલયઘટના. પ્રલય એટલે પ્રકૃષ્ટ લય. એક મોજું પાણીની સપાટી પર ઊઠે છે એનો અર્થ જ એ કે ક્યાંક કોઈ મોજું વિલીન થાય છે. મોજાનું ઊઠવું અને વિલીન થવું એ લયપ્રલયની કે પછી લયબ્રહ્મની લીલા છે. ઋતુચક્ર ચાલતું રહે છે. સુદ અને વદનું ચક્ર ચાલતું જ રહે છે. જન્મ અને મરણનું ચક્ર ચાલતું જ રહે છે. પુષ્પ ઊગે છે અને ખરી પડે છે. આમ પરિવર્તનમાં પણ પુનરાવર્તન જોવા મળે છે. આવી છે પરબ્રહ્મની લયલીલા! જ્યારે આપણો વ્યક્તિગત લય વ્યાપક એવા પરમ લય સાથે એકરૂપ બને ત્યારે લયલીનતા, એટલે જ બ્રહ્મલીનતા! પરમ લયને રાગ-દ્વેષ કર્યા વિના માત્ર જોયા જ કરવાનો છે, જાણ્યા જ ક૨વાનો છે. એ જોવામાં ને જાણવામાં જો લય લાગી જાય તો આપણો બેડો પાર થઈ જાય. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy