SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૧૯ ચેતન, જ્યારે આ પત્રમાં ધર્માસ્તિકાય આદિ તત્ત્વોની વાત લખી છે, તો એ અંગે થોડી વિસ્તૃત જાણકા૨ી પણ સાથે સાથે આપી દઉં. જૈનદર્શનમાં ક્ષેત્રની અપેક્ષાએ ‘લોક’ અને ‘અલોક' શબ્દો પ્રયોજાયેલા છે. આ લોક અને અલોક છ દ્રવ્યોનાં આધારભૂત ક્ષેત્ર છે. ૦ આકાશ લોક-અલોક બંનેમાં વ્યાપક છે. ૦ બાકીનાં દ્રવ્યો માત્ર લોકમાં જ વ્યાપક છે. Q ‘કાળદ્રવ્ય’નું અસ્તિત્વ સમગ્ર લોકમાં નથી હોતું, એનું અસ્તિત્વ માત્ર મનુષ્યલોકમાં જ હોય છે. અર્થાત્ અઢી દ્વીપમાં જ છે. કારણ કે કાળકૃત વ્યવહાર સૂર્ય-ચન્દ્રના પરિભ્રમણની અપેક્ષાએ જ છે અને સૂર્ય-ચન્દ્રનું પરિભ્રમણ અઢી દ્વીપમાં જ હોય છે. આ અઢી દ્વીપ અંગેની જાણકારી માટે ‘ક્ષેત્રસમાસ’ ‘બૃહત્ સંગ્રહણી’ અને ‘લોકપ્રકાશ' ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. સમગ્ર લોકમાં ધર્માસ્તિકાય એક જ છે, અધર્માસ્તિકાય એક જ છે અને આકાશાસ્તિકાય પણ એક જ છે. આ ત્રણ દ્રવ્યો એકએકની સંખ્યામાં છે, અરૂપી છે અને અખંડ છે. જ્યારે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ આ ત્રણ દ્રવ્ય અનંત-અનંત છે. જીવો અનંત છે, પુદ્દગલો અનંત છે અને કાળ અનંત છે. કાળના ‘સમયો’ અનંત છે, એ અપેક્ષાએ કાળને અનંત કહેવામાં આવ્યો છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને ‘સમય’ કહેવાય. આ છ દ્રવ્યોમાં કાળ સિવાયનાં પાંચ દ્રવ્ય ‘અસ્તિકાય’ કહેવાય છે. જેનું અસ્તિત્વ હોય અને જે પ્રદેશસમૂહરૂપે હોય તેને ‘અસ્તિકાય’ની સંજ્ઞા આપવામાં આવી છે. જીવ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય - અસંખ્ય પ્રદેશાત્મક છે. આકાશ અને પુદ્ગલ અનંત પ્રદેશાત્મક છે, તેથી ‘અસ્તિકાય’ છે. કાળ વર્તમાનકાલીન એક સમય માત્ર છે. કાળ પ્રદેશપ્રચયરૂપ ન હોવાથી તેને અસ્તિકાય ન કહેવાય. આ છ દ્રવ્યોમાં કર્તુત્વ માત્ર જીવમાં જ છે. કારણ કે તે ચેતન છે, ચેતનદ્રવ્યમાં જ કર્તૃત્વ સંભવે. અજીવમાં ચૈતન્યપૂર્વક અનુભૂતિ સંભવી શક્તી નથી. હવે, આ છ દ્રવ્યોનાં કાર્યો અંગે ‘પ્રશમરતિ'માં કહેવાયું છે, તે લખું છું : For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy