SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * 1 . ષડદ્રવ્યોમાં લય 3 પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, સૃષ્ટિનું ચિંતન સંસ્થાનવિચય નામનું ધર્મધ્યાન છે! સૃષ્ટિમાં રહેલા પ્રત્યેક જડ, ચેતન પદાર્થનું ચિંતન ધર્મધ્યાન છે. આ ધર્મધ્યાનની ધારા સતત વહેતી રહે, તે લયયોગ છે! ગત પત્રમાં કાળચક્રમાં પ્રવર્તતી એક સુવ્યવસ્થા, અપરાવર્તનીય વ્યવસ્થાની વાત કરી. આજે આ જ સૃષ્ટિમાં જરા ઊંડા જઈને કેટલાંક શાશ્વત તત્ત્વોના લયમાં લીન થવું છે. રવીન્દ્રનાથ ટાગોર આવા ચેતવિસ્તારની વાત આ રીતે કરે છે૦ જ્ઞાન દ્વારા સમસ્ત જગતમાં પોતાના મનને પ્રાપ્ત કરવું. ૦ કર્મ દ્વારા સમસ્ત જગતમાં પોતાની શક્તિને વ્યાપ્ત કરવી. છે અને સૌન્દર્યબોધ દ્વારા સમસ્ત જગતમાં પોતાના આનંદને વ્યક્ત કરવો એ જ માનવતાનું લક્ષ્ય છે. ચેતન, આ સમગ્ર વિશ્વમાં જ્ઞાનદષ્ટિથી પાંચ અરૂપી દ્રવ્યો તને બતાવું છું અને એ તત્ત્વોનો શાશ્વતુ અનવરત વહી રહેલો લય સમજાવું છું. - “ધર્માસ્તિકાય” નામનું એક અરૂપી તત્ત્વ સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તેનો જીવોને અને પુદ્ગલોને ગતિમાં નિરંતર સહાય કરવા રૂપે લય પ્રગટ થતો રહે છે. - “અધર્માસ્તિકાય' નામનું એક અરૂપી દ્રવ્ય સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તેનો જીવોને તથા પુદ્ગલોને સ્થિતિમાં (ઊભા રહેવામાં સહાય કરવા રૂપે લય પ્રગટ થતો રહે છે. - આકાશાસ્તિકાય અરૂપી તત્ત્વ છે. જીવો અને પુદ્ગલોને અવકાશ આપવા રૂપે એનો લય પ્રગટ થાય છે. - કાળ પણ અરૂપી છે. જડ-ચેતનને જૂના-નવા કરવા રૂપે એનો લય પ્રગટ થતો રહે છે. હવે રહ્યાં બે મુખ્ય દ્રવ્યો : જડ અને ચેતન! For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy