SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] ગુણોથી પર રહે છે, એ આંતરિક નિવૃત્તિજન્ય જ્ઞાનનિષ્ઠાનો આશ્રય કરીને કરે છે. અને આવો જ્ઞાન-કર્મનો સમન્વય સાંખ્યયોગ-દર્શનને આભારી છે. પતંજલિના સમય (ઈ.સ.પૂ. ૩૦૦) પહેલાં કેટલા પ્રાચીન સમયથી યોગનાં ધ્યાન વગેરે અંગોનું અનુષ્ઠાન સંધ્યા-ઉપાસના રૂપે ચાલ્યું આવતું હતું એ ફક્ત અનુમાનનો વિષય છે. પણ એ સમય અત્યંત પ્રાચીન છે, એ વાત નિર્વિવાદ છે. પ્રથમસૂત્રના યોગ શબ્દના અર્થને “યોગઃ સમાધિ:” એમ કહી ભાણકાર સ્પષ્ટ કરે છે, એની પાછળ એક વિશેષ હેતુ રહેલો છે. વેદ-ઉપનિષદૂના સમયગાળામાં યુજિ" યોગે ધાતુથી નિષ્પન્ન થયેલો યોગ શબ્દ બે વસ્તુઓને જોડવાના અર્થમાં રૂઢ થયો હતો, એવું કઠોપનિષદમાં યોજેલા રથના રૂપકથી જણાય છે. રથનો સ્વામી આત્મા બુદ્ધિરૂપ સારથિ અને મનરૂપ લગામ વડે ઇન્દ્રિયરૂપ અશ્વોને સન્માર્ગે ચલાવી લક્ષ્યરૂપ વિષ્ણુના પરમ પદને-આત્માને પ્રાપ્ત કરે છે, એ કથનમાં યોગ શબ્દ અશ્વોને રથમા જોડવાના અર્થમાં એટલે કે ચિત્તને એનાથી ભિન્ન આત્મામાં જોડવાના અર્થમાં વપરાયો છે. એ સમજણમાં સુધારો કરવા માટે યોગ ચિત્તવૃત્તિનિરોધરૂપ સમાધિ છે, એ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. આ કારણે પાણિનિને “યુ” સમાધી એ નવો ધાતુ નિપજાવવો પડ્યો હતો. આ વિષે ડૉ. સુરેન્દ્રનાથ દાસગુપ્ત પોતાના ગ્રંથ “હિસ્ટરી ઑફ ઇન્ડિયન ફિલોસોફી”માં કહે છે : “Yuj Samachau is an imaginary root for the etymological derivation of the word yoga, seldom used as a verb.” “યુજ સમાધૌ ધાતુ કૃત્રિમ છે, જેને યોગશબ્દની વ્યુત્પત્તિ માટે ઉપજાવવો પડ્યો હતો, અને જે જવલ્લેજ ક્રિયાપદ તરીકે વપરાય છે.” સૂત્રકાર અને ભાગ્યકાર બંનેનો આશય એ છે કે યોગની ચરમ પરિણતિ સમાધિચિત્તનો આખરી વિલય-છે, જેથી ચિત્તત્ત્વમાં પ્રતિબિંબિત થતી અસીમ, અપરિણામી ચિતિશક્તિને ચિત્તની હયાતિને કારણે ભ્રમથી થતો જીવભાવ નિવૃત્ત થતાં, પોતાનો સ્વરૂપભૂત, નિત્ય, સહજ બ્રહ્મભાવ પ્રગટ થાય. ધ્યાનની શરૂઆતમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી હોય છે. અભ્યાસ આગળ વધતાં દ્રષ્ટા અને દશ્ય એમ બે ઘટકો રહે છે, અને છેવટે દશ્યનો પણ વિલય થતાં દ્રષ્ટા પોતાનું કૈવલ્ય-એકત્વ સ્વાનુભવથી સ્પષ્ટપણે સમજી મુક્ત થાય છે. માટે યોગ બે તત્ત્વોનો સંયોગ નથી, પણ દુઃખનાં કારણો સાથે સંયોગ કરાવનાર ચિત્તનો વિયોગ છે. આ વાત શ્રીકૃષ્ણ પણ “તં વિદ્યા દુઃખસંયોગવિયોગે યોગસંશિતમ્” (ગીતા, ૬.૨૩) “દુઃખના સંયોગના વિયોગને યોગ નામ આપવામાં આવે છે, એમ સમજવું જોઈએ”, એમ કહીને સ્પષ્ટ કરે છે. આવો સમાધિ “સાર્વભૌમશ્ચિત્તસ્ય ધર્મ” એમ કહીને, ભાષ્યકાર એ લિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ-એ બધી ચિત્તની ભૂમિઓમાં સાધારણપણે વિદ્યમાન
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy