SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [8] આમાંના કોઈપણ આચાર્યના ગ્રંથો આજે ઉપલબ્ધ નથી. પણ આનાથી એટલું અવશ્ય સાબિત થાય છે કે આ દર્શન અતિપ્રાચીન છે. કારણ કે પરમજ્ઞાની કપિલ ઋષિનો ઉલ્લેખ ઋગ્વદમાં ૧૦.૨૭.૧૬માં થયો છે. આ ઉપરાંત સિન્ધઘાટીની પ્રાચીનતમ સભ્યતાના અવશેષોમાં એક સીલ કે મુદ્રા મળી છે, જેમાં ધ્યાનસ્થ યોગીની આકૃતિ છે, જેની આજુબાજુ પશુઓની આકૃતિઓ હોવાથી એ “પશુપતિ” શિવની મૂર્તિ છે, એમ વિદ્વાનો માને છે. નિરુક્તકાર યાસ્કાચાર્ય વેદમંત્રોના દ્રષ્ટા ઋષિઓને “સાક્ષાત્કતધર્માણઃ” કહે છે. ધર્મનો સાક્ષાત્કાર ધ્યાનજન્ય પ્રજ્ઞા-ઋતંભરા પ્રજ્ઞા-વડે થઈ શકે. ઋગ્વદ. ૩.૬૨.૧૦માં પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે. એમાં આવતો “ધીમહિ” શબ્દ અમે ધ્યાન કરીએ છીએ એવો અર્થ ધરાવે છે. આનાથી વેદકાળમાં યોગનાં કેટલાંક અંગો પ્રચલિત હતાં, એમ જણાય છે. ઋગ્વદ, ૧૦.૧૩૬માં વાતરશના મુનિઓ આકાશમાર્ગે ગમન કરતા વર્ણવ્યા છે, એ યોગજન્ય વિભૂતિનું સ્મરણ કરાવે છે. પુરુષસૂક્ત, ૧૦.૯૦.૨માં નારાયણ ઋષિનું “પુરુષ એવેદ સર્વ યભૂત વચ્ચે ભવ્યમ્”, “આ ભૂત અને ભાવી વિશ્વ કેવળ એક પુરુષ જ છે”, એવું વચન, તેમજ દીર્ઘતમા ઋષિના અચવામીય સૂક્ત, ૧.૧૬૪.૪૬માં “એક સર્વિપ્રા બહુધા વદન્તગ્નિ યમ માતરિશ્વાનમા” “વિપ્રો એક સતને અગ્નિ, યમ, માતરિક્ષા તરીકે બહુરીતે વર્ણવે છે”, એવું દર્શન સમાધિ-પ્રજ્ઞામાં કરેલું સત્યદર્શન છે, એમ માનીએ તો આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો મૂલાધાર યોગ છે, એ સત્ય સ્વીકારવું પડે. પતંજલિએ પોતાનાથી અગાઉના સમયમાં પ્રચલિત આવાં બધાં યોગાંગોનું સંકલન કરી એમને વ્યવસ્થિત શાસ્ત્રનું સ્વરૂપ આપ્યું, એ હકીકત આ રીતે સ્પષ્ટ થાય છે. ગીતા, ૪.૧માં શ્રીકૃષ્ણ કહે છે: “આ યોગ મેં સર્ગના આદિમાં વિવસ્વાનુસૂર્યને કહ્યો હતો.” વ્યાસ શ્રીકૃષ્ણને યોગેશ્વર (ગીતા, ૧૮.૭૮) કહે છે. સ્વયં શ્રીકૃષ્ણ બધાં પ્રાણીઓ મારામાં હોવા છતાં મારામાં રહેલાં નથી એવો મારો પ્રભાવ ઐશ્વરયોગ” (ગીતા, ૯.૫)ને કારણે છે, એમ કહે છે. કૃષ્ણ સાંખ્યજ્ઞાનનો આશ્રય કરી બધો વ્યવહાર કરવા છતાં નિર્લેપ રહે છે અને ભાગવત, ૧૦.૭૦.૪ એમના આહ્નિકનું વર્ણન કરતાં કહે છે : “માધવ બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને, જળનો ઉપસ્પર્શ કરી, પ્રસન્ન ઇન્દ્રિયોવાળા બની, અજ્ઞાનના તમસથી પર રહેલા આત્માનું ધ્યાન કરે છે.” આનાથી સ્પષ્ટ થાય છે કે આ દેશના ઋષિઓ, શિષ્ટ પુરુષો અને અવતારો વેદપ્રતિપાદિત પ્રવૃત્તિમાર્ગનું અનુસરણ પુરુષ પ્રકૃતિમાં રહેલો હોવા છતાં એના 8. Sir John Marshall, "Mohenjodero and the Indus Civiliza tion, London, 1931, p. 52
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy