SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ કોઈને સહેજ પણ દુઃખ થાય છે, તો એની અસર તમારી ઉપર જ પડવાની. અને એ હિસાબ તમારે પૂરો કરવો પડશે, માટે ચેતો. ૪૫ તમે ઓફિસમાં આસિસ્ટન્ટને ટૈડકાવો તો તેની અસર તમારી ઉપર પડ્યા વગર રહે કે નહીં ? પડે જ. બોલો હવે જગત દુ:ખમાંથી મુક્ત કઈ રીતે થાય ? જેનાથી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ થતું ના હોય, તે પોતે સુખિયો હોય. એમાં બે મત જ નહીં. અમે જે આજ્ઞા આપીએ છીએ, તે તમે સર્વ દુઃખથી મુક્ત થાવ, એવી આજ્ઞા આપીએ છીએ. અને આજ્ઞા પાળતાં તમને કશી જ હરકત ના આવે. ખાવા-પીવાની, હરવા-ફરવાની બધી જ છૂટ. સિનેમા જોવા જવું હોય તો તેય છૂટ ! કોઈ કહે કે મારે ત્રણ ડોલથી નહાવું છે. તો આપણે કહીએ કે ચાર ડોલથી નહા. અમારી આજ્ઞા કશી હરક્ત વગરની છે. માટે કોઈની અસર છોડે નહીં અને છોકરાંને સુધારવા જાઓ, પણ એનાથી એને દુઃખ થાય તો તેની અસર તમને પડશે. માટે એવું કહો કે જેથી એને અસર ના પડે અને એ સુધરે. તાંબાનાં ને કાચનાં વાસણમાં ફેર ના હોય ? તમે તાંબાનાં ને કાચનાં વાસણને એક સમજો છો ? તાંબાનાં વાસણને ગોબો પડે તો ઉપાડી લેવાય. પણ કાચનું તો ભાંગી જાય. છોકરાની તો આખી જિંદગી ખલાસ થઈ જાય. આ અજ્ઞાનતાથી જ માર પડે છે. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો. પણ કહેવાથી એને જે દુ:ખ થયું, તેની અસર તમારી ઉપર આવશે. પ્રશ્નકર્તા : આ કાળમાં છોકરાંને તો કહેવું પડે ને ? દાદાશ્રી : કહેવાનો વાંધો નથી, પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી નાખવાનું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી. યાદ-ફરિયાદનું નિવારણ યાદ ક્યાંથી આવે છે ?યાદને કહીએ, અમારે કશી લેવાદેવા નથી, કશું જોઈતું નથી તોય તમે કેમ આવો છો ? ત્યારે એ કહેશે, ‘આ તમારી આપ્તવાણી-૬ ફરિયાદ છે, તેથી આવી છું.’ ત્યારે આપણે કહીએ, લાવ તારો નિકાલ કરીએ !' ૪૬ જેયાદ આવ્યું તેનું બેઠાં બેઠાં ‘પ્રતિક્રમણ’ કરવાનું, બીજું કંઈજ કરવાનું નથી. જે રસ્તે અમે છૂટ્યા છીએ, તે રસ્તા તમને બતાડી દીધા છે. અત્યંત સહેલા ને સરળ રસ્તા છે. નહીં તો આ સંસારથી છૂટાય નહીં. આ તો ભગવાન મહાવીર છૂટે, બાકી ના છૂટાય. ભગવાન તો મહા-વીર કહેવાયા ! તોય એમના કેટલાય ઊંચા તથા નીચા અવતાર થયા હતા. જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલશો, તો બધું રાગે પડી જશે. યાદ કેમ આવે છે ? હજી કોઈ જગ્યાએ ચોંટ છે, તે પણ ‘રીલેટિવ’ ચોંટ કહેવાય; ‘રિયલ’ ના કહેવાય. ‘આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમયાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે ! માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું. પ્રશ્નકર્તા : એ તો દાદા, જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે. એને બોલાવવું નથી પડતું. દાદાશ્રી : હા, બોલાવવું ના પડે. આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે. પ્રશ્નકર્તા : ઉદયો આવ્યા જ કરે. દાદાશ્રી : ઉદય તો આવે. પણ ઉદયો એટલે શું ? મહીં જે કર્મ હતું, તે ફળ આપવા માટે સન્મુખ થયું. પછી કડવું હોય કે મીઠું હોય, જે તમારો હિસાબ હોય તે ! કર્મનું ફળ સન્મુખ થતાં જ આપણને મોઢા ઉપરથી જ કંટાળો આવે, તો જાણવું કે મહીં દુ:ખ આપવા આવ્યું છે અને મોઢા ઉપરથી આનંદ દેખાય તો જાણવું કે ઉદય સુખ આપવા આવ્યું છે. એટલે ઉદય તો આવે ત્યારે આપણે જાણવું કે ભાઈ આવ્યા છે, એનો ‘સમભાવે નિકાલ’ કરી નાખવો.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy