SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ પ્રશ્નકર્તા : પણ તે વખતે પ્રકૃતિ સહેજ જોર કરે ને પાછી ? પ્રકૃતિનો સ્વભાવ નીકળે તો ખરો ને ? દાદાશ્રી : બધુંય નીકળે. તોય પણ “આપણે” “જોયા’ કરવાનું. એ બધોય આપણો હિસાબ છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિનો હિસાબ તો પૂરો કરવાનો છે ને ? દાદાશ્રી : એમાં “આપણે” કશું કરવાનું નથી. એની મેળે જ થયા કરે. ‘આપણે” તો “જોયા” કરવાનું કે કેટલો હિસાબ બાકી રહ્યો ! આપણે જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી આપણને બધી જ ખબર પડે. પ્રતિક્રમણ કરતા હોય તો “ચંદુભાઈ” કરે, તેમાં “આપણે” શું લેવાદેવા ? ‘આપણે જોયા કરવાનું કે “ચંદુભાઈ’ એ પ્રતિક્રમણ કર્યું કે ના કર્યું ? કે પાછું ધક્કે ચઢાવ્યું ? ધક્કે ચઢાવ્યું હોય તો, તેય ખબર પડી જાય ! ‘ચંદુભાઈ” શું કરે છે, જે જે કરે છે તેને “આપણે” “જોયા કરવું, એનું નામ પુરુષાર્થ. “જોવાનું ચૂક્યા તે પ્રમાદ. પ્રશ્નકર્તા: ‘જોયા’ કરવાનું એ શુદ્ધાત્માનું કામ ! દાદાશ્રી : સ્વરૂપનું જ્ઞાન આવ્યા પછી એ કામ થાય; તે સિવાય ના થાય. યાદ કેમ આવ્યું ? કારણ વગર યાદ આવે નહીં, કંઈ પણ એની ફરિયાદ હોય તો જ આવે. અમને કેમ કશું યાદ નથી આવતું ? માટે જે જે સાંભરે, એનાં પ્રતિક્રમણ કરકર કરવાનાં. પ્રશ્નકર્તા : જે જૂનો ભરેલો માલ છે, તે યાદ આવવો જોઈએ. એવું થાય ને જ્ઞાનદશામાં બીજ બાફીને ખાઈ ગયા, એના જેવું થાય. બફાયા પછી બીજને ક્યાં ઊગવાનું રહ્યું ? હાર્ટિલી પસ્તાવો વિચારો મહીં પડેલી ગાંઠોમાંથી ફૂટે છે. ‘એવિડન્સ' ભેગો થાય કે વિચાર ફૂટે. નહીં તો આમ બ્રહ્મચારી જેવો દેખાતો હોય પણ રસ્તામાં સંયોગ ભેગો થયો કે વિષયના વિચાર આવે !!!! પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે તે વાતાવરણમાંથી ને ? સાંયોગિક પુરાવાના આધારે જ એના સંસ્કાર, એની સાથેના ભાઈબંધ એ બધું જ સાથે મળે છે ને ? દાદાશ્રી : હા, ‘એવિડન્સ’ બહારનો મળવો જોઈએ. એના આધારે જ મનની ગાંઠો ફૂટે, નહીં તો ફૂટે નહીં. પ્રશ્નકર્તા : એ વિચારોને ઝીલવા માટે દોરનાર કોણ ? દાદાશ્રી : એ બધું કુદરતી જ છે. પણ તમારે જોડે જોડે સમજવું જોઈએ કે આ બદ્ધિ ખોટી છે, ત્યારથી એ ગાંઠો છેદી નાખે. આ જગતમાં જ્ઞાન એકલો જ પ્રકાશ છે. આ મારું અહિતકારી છે, એવું એને સમજાય, એવું જ્ઞાન અને પ્રાપ્ત થાય, તો એ ગાંઠો છેદી નાખે. પ્રશ્નકર્તા : પણ એ તો બધાંય એવું માને છે કે ખોટું બોલવું એ પાપ છે, બીડી પીવી એ ખરાબ છે માંસાહાર કરવો, અસત્ય બોલવું, ખોટી રીતે વર્તવું એ બધું ખરાબ છે.” તેમ છતાં લોકો ખોટું કર્યું જ જાય છે. તે કેમ ? દાદાશ્રી : આવે જ છે. જે માલ ખપવાનો છે કે બંધાવાનો છે, તે યાદ આવે જ. સ્વરૂપનું જ્ઞાન હોય તો માલ ખપી જાય અને અજ્ઞાન હોય તો બંધાય, એ જ માલથી ! માલ તેનો તે જ પણ અજ્ઞાન દશામાં બીજરૂપે દાદાશ્રી : “આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ.’ એવું બધા બોલે છે, તે ઉપલક બોલે છે. ‘સુપરફલુઅસ” બોલે છે, ‘હાર્ટિલી’ નથી બોલતા. બાકી જો એવું હાર્ટિલી” બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો ! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય, પણ તેનો તમને ખૂબ ‘હાર્ટિલી’ પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy