SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્ય ને લાનો આશ્રયદાતાને સાહિત્યકાર[૫૩ આ પરિણામ લાવવાનું અશક્ય હતું. કહે છે કે આમાંનું ઘણું કામ તે આરસ ઘસીને કરવામાં આવ્યું હતું, અને જે ભૂકી પડે તે અનુસાર શિપીઓને વેતન આપવામાં આવતું હતું. ” “તેજપાળના મન્દિરના ઘુમટના મધ્યભાગમાંથી લટકતું લંબક તે પ્રત્યેક આગંતુકનું ધ્યાન આકર્ષી લે છે. કર્નલ ટોડ એગ્ય જ કહે છે કે એનું ચિત્ર આલેખતાં કલમ હારી જાય છે અને અત્યંત વૈર્યવાન કલાકારની પીંછીને પણ તે થકવી નાખે એમ છે.” અને તે બરાબર લખે છે કે અત્યંત પુષ્પિત પદ્ધતિના ગેથિક સ્થાપત્યને કઈ શણગાર પણ એની શોભાને મુકાબલે કરી શકે એમ નથી. તે અર્ધ ખીલેલાં કમળના ગુચ્છ જેવું દેખાય છે, જેની પાંખડીઓ એટલી સૂમ, એટલી પારદર્શક અને બારીકાઈથી કાતરેલી છે કે તે આંખને વિમયથી સ્તબ્ધ કરી દે છે. પરંતુ આ મન્દિરની શિલ્પસમૃદ્ધિ માત્ર નિજીવ વસ્તુઓનાં આલેખન પૂરતી મર્યાદિત નથી; સાંસારિક જીવનનાં દશ્યો, વેપાર અને વહાણવટું તથા રણક્ષેત્રનાં દશ્યનું આલેખન પણ એમાં છે. અને નિશ્ચયપૂર્વક એટલું કહી શકાય કે પુરાતત્ત્વને કઈ પણ અભ્યાસી આ શિલ્પનું ધ્યાનપૂર્વક અવલોકન કરે તો મધ્યકાલીન ભારતનાં જીવન અને રીતરિવાજો વિશેની અનેક રસપ્રદ બાબતો વિશેનું એનું જ્ઞાન એટલું વધે કે આ શ્રમને પૂરત બદલે મળી જાય.”૧૦ પ્રબન્ધ અનુસાર વસ્તુપાળ અને તેજપાળે અઢાર કરોડ અને છ— લાખ શત્રુંજય ઉપર, બાર કોડ અને એંશી લાખ ગિરનાર ઉપર, તથા બાર કરોડ અને ત્રેપન લાખ આબુ ઉપર લુણવસતિ બંધાવવામાં ખર્યા હતા. આ આંકડાઓમાં અતિશયોક્તિ હશે, પણ આ મન્દિર બંધાવવામાં પુષ્કળ શ્રમ અને અનર્ગળ દ્રવ્યને વ્યય થયો હોવો જોઈએ એ નક્કી છે. બંધાવનારની અસાધારણ ઉદારતા અને ધર્મપ્રીતિનું એ મન્દિર જ પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રબો જણાવે છે કે આ મન્દિર બાંધવામાં, ભારતમાં તથા અન્યત્ર કેટલેક રથળે બન્યું છે તેમ, વેઠને ઉપયોગ નહોતે થે, પરંતુ કારીગરોને પૂરતું વેતન આપવામાં આવતું હતું તથા એમની સુખસગવડો પ્રત્યે પણ ખૂબ ધ્યાન અપાતું હતું.૧૨ વસ્તુપાળ-વિદ્યા અને સાહિત્યને મહાન આશ્રયદાતા ૨૧. સાહિત્ય અને કલાને પણ વસ્તુપાળ મહાન આશ્રયદાતા અને ઉત્તેજક હતા. મોટી રકમ ખર્ચીને તેણે અણહિલવાડ, ખંભાત અને ભણ્ય ૧૦. ફેબ્સ, રાસમાળા, પુ. ૧, પૃ. ૨૫૭- ૨૫૮ ૧૧. પ્રકા, પૃ. ૧૨૯ ૧૨. એ જ, પૃ. ૧૨૨-૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy