SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ આબુનું મદિર-મધ્યકાલીન ભારતીય સ્થાપત્યને ચિરંજીવ નમૂને ૬૦. અનુપમાની સલાહ સાચી પડી છે, અને આબુ તથા ગિરનાર ઉપરનાં વિખ્યાત મન્દિર સિવાય વસ્તુપાળ-તેજપાળનાં બીજાં કોઈ સ્થાપત્ય બચ્ચાં નથી. આબુ ઉપરનું મન્દિર તેજપાળે ઈ. સ. ૧૨૩૧ (સં. ૧૨૮૭) માં બંધાવ્યું છે અને તેમાં મુળ નાયક તરીકે બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથ છે. ગિરનાર ઉપરનાં મન્દિરો વરતુપાળે ઈ. સ. ૧૨૩૨ (સં. ૧૨૮૮) માં બંધાવ્યાં હતાં. દેલવાડાની દેવાલય-નગરીમાં આવેલું નેમિનાથ મન્દિર વસ્તુપાળને મોટા ભાઈ લુણિગની સ્મૃતિમાં લુણવસતિ તરીકે જાણીતું છેઅને મધ્યકાલીન ભારતીય કલાના શ્રેષ્ઠ નમૂનાઓ પૈકી એક હાઈએ બંધાવનારનું નામ કલાના ઈતિહાસમાં અમર કરી જાય છે. આ મન્દિર તથા એની પહેલાં આશરે ૨૦૦ વર્ષ પહેલાં વિમલશાહે બંધાવેલ, એની લગોલગ આવેલ વિમલવસતિ આખાયે સફેદ આરસનાં છે, જો કે આ સ્થળથી ત્રીસેક માઇલની અંદર સફેદ આરસની ખાણ જાણવામાં નથી. આ બધા પથ્થરને મન્દિરના સ્થળે ડુંગર ઉપર લઈ જવાનું કાર્ય બહુ મહેનતભર્યું અને ખર્ચાળ હોવું જોઈએ. આ મન્દિર બહારથી તે સાવ સાદાં છે અને એથી અંદરની શિપસમૃદ્ધિ જોનારને વિશેષ આશ્ચર્યમુગ્ધ કરી મૂકે છે. કઝિન્સ લખે છે તે પ્રમાણે, “આ મન્દિરોમાં છત, સ્તંભ, બારસાખો, તખ્તીઓ અને ગોખલાઓ ઉપરનાં સૂક્ષ્મ કોતરણીવાળાં અલંકરણ કેવળ અભુત છે. આરસ ઉપરનું કંડારેલું, ઝીણું, ચમકદાર, જાણે સફેદ શંખા ઉપર કર્યું હોય એવું કામ અજોડ છે, અને કેટલાંક કલારૂપ તે ખરેખર સૌન્દર્યના રવમ જેવાં છે. કામ એટલું બારીક છે કે સાધારણ કાતરકામથી ૭. આરસના ત્રણ પ્રાચીન સ્તંભે પાટણમાં સચવાઈ રહ્યા છે. એમાંના બે સ્તંભે પ્રમાણમાં અર્વાચીન એવા કાલિકા માતાના મન્દિરના બાંધકામમાં વપરાયા છે અને ત્રીજો એક પાટણ વિદ્યાર્થીમંડળના સ્થાનિક સંગ્રહાલયમાં પહેલે છે. આ ત્રણે ઉપરના શિલાલેખમાંથી સ્પષ્ટ છે કે વસ્તુપાળ અને તેના કુટુંબીજનના મહાલના અવશેષરૂપ આ સ્તંભ છે. (આ શિલાલેખે મેં છપાવ્યા છે. જુઓ ફાગુસદ્ગ, પૃ. ૪, પૃ. ૧૯૨ અને આગળ.) ૮. પ્રચિ, પૃ. ૧૦૧. પરંતુ શિલાલેખોમાં કહ્યું છે કે તેજપાળની પત્ની અનુપમા અને પુત્ર લુણસિંહના આધ્યાત્મિક શ્રેય અર્થે તે બંધાયું હતું. ૯. આ મન્દિરના વર્ણન માટે જુઓ ફર્ગ્યુસન, હિસ્ટરી ઓફ ઇન્ડિયન એન્ડ ઈસ્ટ આર્કિટેકચર, પુ. ૨, પૃ. ૩૬ અને આગળ; બ્રાઉન, ઇન્ડિયન આર્કિટેકચર પુ. ૧, પૃ. ૧૪૪–૧૪૫; વળી જુઓ સાંકળિયા, આર્કિયોલૉજી એફ ગુજરાત, મૃ. ૧૦૮, ૧૨૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy