SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ માની તાડપત્રીય પ્રતની નકલ સં. ૧૨૮૬ (ઈ. સ. ૧૨૩૦)માં થયેલી છે, તેથી આ ધટના સં. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૨ ૦) (વરતુપાળના મંત્રિપદના પ્રારંભનું વર્ષ) અને સં. ૧૨૮૬ની વચ્ચે બની હોવી જોઈએ. વિધવલ અને વરતુપાળનું મૃત્યુ ૫૪. રાણા વીરધવલનું ઈ. સ. ૧ર૩૮ માં મૃત્યુ થયું.૪૧ પ્રબન્ધો લખે છે કે એની ચિતા ઉપર અનેક લોકોએ પ્રાણાપણ કર્યું, અને બીજએને બળી મરતા અટકાવવા માટે તેજપાળને સૈન્ય સાથે સ્મશાનભૂમિ ઉપર આવવું પડ્યું.૪૨ વરધવલને બે પુત્રો હતા—પ્રતાપમધ અને વીસલદેવ. પ્રતાપમલ તે વિરધવલના જીવનકાળમાં જ, અર્જુનદેવ નામે પુત્ર મૂકીને, મરણ પામ્યું હતું. વિરધવલના નાના પુત્ર વીસલદેવ ઈ. સ. ૧૨૩૮ માં ગાદી ઉપર આવ્યો.૪૩ વસલદેવ રાજ્યગાદી ઉપર આવ્યો ત્યારપછી માત્ર બે વર્ષમાં જ, ઈ. સ. ૧૨૪૦ (સં. ૧૨૯૬)માં વરતુપાળનું અવસાન થયું, “પ્રબન્ધકાશ૪૪ અને “વસ્તુપાલચરિત ૪૫ બન્નેયમાં વસ્તુપાળ અવસાનનું વર્ષ ઈ. સ. ૧૨૪૨ (સં. ૧૨૯૮) આપેલું છે, અને ૪૦. હમમ, પ્રસ્તાવના, પૃ. ૧; જેભંસૂ, પૃ. ૨૩ ૪૧. ગે પુ. ૧, ભાગ ૧, પૃ. ૨૦૩. વળી જુઓ ‘શત્રુંજયતીર્થોદ્ધારપ્રબન્ધ ના પરિશિષ્ટમાં છપાયેલું “રાવલી કેઠક.” લવણપ્રસાદના મૃત્યુ વિશે કશું જાણવામાં નથી. બેગે (પુ. ૧, ભાગ ૧, પૃ. ૨૦૦ ) ના લેખકે એમ માન્યું છે કે ઈ. સ. ૧૨૩ર માં દેવગિરિના યાદવ રાજા સિંહણ સાથે સંધિ થયા પછી લવણપ્રસાદે વિરધવલની તરફેણમાં ગાદીત્યાગ કર્યો હશે. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે એ અરસામાં કદાચ એનું મૃત્યુ થયું હશે (ગુમરાઈ, ભાગ ૨, પૃ. ૩૮૯). “ રાજાવલી કેહિક 'માં વરધવલના રાજ્યઅમલને પ્રારંભ સં. ૧૨૮૨ (ઈ. સ. ૧રર૬)થી કહ્યો છે. એકંદરે જોતાં લવણપ્રસાદનું મરણ ઈ. સ. ૧૨કર અને ૧૨૩૮ ની વચ્ચે થયું હોય એ બનવાજોગ છે. ૪૨. પ્રચ, પૃ. ૧૦૫ ૪૧. વિરધવલના એક પુત્ર વીરમદેવ વિશેની તથા રાજ્ય કબજે કરવા માટેના તેના પ્રયતનની વાતો પ્રબોમાં આપેલી છે (પ્રકે, પૃ. ૧૨૪-૧૨૫). એમ પણ કહેવાય છે કે વીરમદેવને પ્રયત્ન નિષ્ફળ ગયા અને વસ્તુપાળની સહાયથી વસલદેવ ગાદી ઉપર આવી શકી. પણ હવે પુરવાર થયું છે કે વરધવલને વિરમ નામે કઈ પુત્ર નહોતે, અને તેથી પ્રબન્ધમાં આપેલી વાત માનવા જેવી નથી (ગુમરાઈ, ભાગ ૨, પૃ. ૩૯૦ અને આગળ). ૪૪. પ્રકા, પૃ. ૧૨૭-૧૨૮ ૪૫. વચ, ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy