SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] વસ્તુપાળના કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી[૪૫ એક મુસ્લિમ આક્રમણના પ્રતિકાર ૫૩. વીરધવલના રાજ્યકાળ દરમ્યાન ગુજરાત ઉપર એક મુસ્લિમ આક્રમણ થયું હતું અને વસ્તુપાળે એના સફળતાપૂર્વક પ્રતિકાર કર્યાં હતા, એ બતાવવા માટેનાં પૂરતાં ઐતિહાસિક પ્રમાણે! છે. જયસિંહસૂરિએ પોતાના સંસ્કૃત નાટક ‘હમ્મીરમદમર્દાન’માં આ ઘટનાનું નિરૂપણ કર્યું છે. દિલ્હીના સુલતાન મેાજદીને ગુજરાત ઉપર કેવી રીતે હુમલા કર્યા અને એનું લશ્કર આબુ પાસેના એક પહાડી માર્ગમાં પ્રવેશ્યા પછી ઉત્તરમાંથી ચંદ્રાવતીના પરમાર ધારાવધે અને દક્ષિણમાંથી મંત્રી વસ્તુપાળે એના સૈન્યને કેવી રીતે ઘેરી લીધું એનું વર્ણન પ્રબન્ધકાશ'માં છે.૩૭ આને પરિણામે સુલતાનને પાછા હડી જવું પડયું.૩૮ કેટલાક સમય પછી સુલતાનની માતા (‘પ્રબન્ધચિન્તામણિ પ્રમાણે, એના ગુરુ) મક્કા જવા માટે વહાણુમાં એસવા ગુજરાતના એક બંદરે (સંભવતઃ ખંભાત બંદરે) આવી. વસ્તુપાળે એની બધી મિલકત કબજે લેવા પેાતાના માયુસેાને સૂચવ્યું. વહાણવટી વસ્તુપાળ પાસે આવ્યા અને સુલતાનની માતાને ચાંચિયાઓએ લૂટી લીધી હાવા વિશે ફરિયાદ કરી. વસ્તુપાળે પેલા કહેવાતા ચાંચિયાઓને પકડી મંગાવ્યા, ધ્રા માલ સુલતાનની માતાને પાછા આપીને તેને સત્કાર કર્યા, તથા એની સુખસગવડ અને સલામતી માટે વ્યવસ્થા કરી. મક્કાથી પાછા ફર્યા પછી સુલતાનની માતા વસ્તુપાળને પેાતાની સાથે દિલ્હી લઇ ગઈ અને સુલતાત સાથે એને પરિચય કરાવ્યા. વીરધવલ સાથે મૈત્રી રાખવાનું વચન વસ્તુપાળે સુલતાન પાસેથી લીધું. વસ્તુપાળ દિલ્હીથી પાછે આવ્યા ત્યારે વીરધવલે એના ભારે સત્કાર કર્યા. ૯ દિલ્હીના મુસ્લિમ આક્રમણના પ્રતિકાર વર્ણવતા ‘હમ્મીરમદમર્દન’ નાટકની જેસલમેરના ભંડાર ૩૭. પ્રા, પૃ. ૧૧૭ ૩૮. મેાજદ્દીન અથવા મુઇનુદ્દીન કાણુ એ વિશે કેટલેક મતભેદ છે, કેમકે એ નામના કાઈ સુલતાન દિલ્હીના તખ્ત ઉપર થયેા નથી. બોર્ગે ( પુ. ૧, ભાગ ૧, પૃ. ૨૦૧ ) અનુસાર, મેદીન તે મુહમ્મદ ધારી છે. પ્રેા. રસિકલાલ પરીખે એને રાહબુદ્દીન ધારી ગલ્યે! છે ( જેસાસ, પુ. ૬, પૃ. ૧૫૩ અને આગળ ). પં. ગૌરીશ’કર ઓઝા ( ‘ રાજપૂતાને કા ઇતિહાસ ', પુ. ૧, પૃ. ૪૬૭-૪૬૮ ), શ્રી. દુર્ગારા કર શાસ્ત્રી ( ગુમરાઇ, ભાગ ૨, પૃ. ૩૮૦-૩૮૧ ), શ્રી. ભાગીલાલ સાંડેસરા ના ( ‘ ગુજરાતી ' સાપ્તાહિક, દીપેાત્સવી અંક, ઈ. સ. ૧૯૩૪, પૃ. ૧૮-૧૯ ) મતે મેાજદીન એ દિલ્હીના સુલતાન અલ્તમશ (ઈ. સ. ૧૨૧૦-૧૨૭૫) છે. ઐતિહાસિક કાલાનુક્રમની દૃષ્ટિએ છેલ્લા મત વધારે સ્વીકાર્યં લાગે છે. ૩૯, પ્રકા, પૃ. ૧૧૯-૧૨૦; પ્રચિ, પૃ. ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy