SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૨ થઈ. વિવિધ પ્રકારના દસ્તાવેજોના સ્વરૂપના નમૂના આપતા સંસ્કૃત ગ્રન્થ ‘લેખપદ્ધતિ'માં યાઘ્ર સિંહણ સાથેની સંધિના જે પાઠ છે એમાં સ ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨)નું વર્ષ આપ્યું છે. આ વર્ષ તે સાચું માનીએઅને નહિ માનવાનું કંઈ કારણ નથી—તા સિંહણ સાથેના યુદ્ધને એ વમાં અંત આવ્યા હશે એમ ગણી શકાય. વીરધવલ અને એના મત્રીએનાં બીજા યુદ્ધો પર. વીરધવલ અને વસ્તુપાળ-તેજપાળે કરેલાં બીજા કેટલાંક યુદ્ધોનાં વૃત્તાન્તા પણ પ્રબન્ધામાં આવે છે. સૌ પહેલાં તે! તેમણે વામનરથળી (જૂનાગઢ પાસે વંથળી)ના ડાધારા સાંગણુ અને ચામુંડ ઉપર વિજય કર્યા. તેઓ વીરધવલની રાણી જયમલદેવીના ભાઈ એ હતા અને રાણીએ અને-ક વાર વિનંતી કર્યા છતાં વીરધવલનું વર્ચસ સ્વીકારતા નહાતા. લડાઈમાં તે બન્ને મરાયા અને વામનસ્થળીના મહેલના સમૃદ્ધ ખજાના વીરધવલના હાથમાં આવ્યા.૭૪ વીરધવલે ખીજું આક્રમણ કચ્છમાં ભદ્રેશ્વરના ભીમસિંહ પ્રતિહાર ઉપર કર્યું, પણ મારવાડથી આવેલા કેટલાક પરાક્રમી ચાહા ભીમસિંહની સેવામાં હતા (આ ચૈાહાએ અગાઉ વીરધવલ પાસે આવી ગયા હતા, પણ વીરધવલે એમને રાજસેવામાં રાખવાની અશક્તિ દર્શાવી હતી), તેથી વીરધવલ એને હરાવી શકયા નહિ અને સધિ કરીને એને પાછા વળવું પડયું.૩પ આ સંધિને પરિણામે ગુજરાતના રાજ્યે એક નવા મિત્ર મેળવ્યા અને કચ્છ તરફની સરહદ સલામત થઈ. આ પછી વીરધવલે મહીતટ પ્રદેશમાં આવેલા ગેાદ્ર(ગોધરા)ના કાકાર થુલને તામે કરવાના નિશ્ચય કર્યો. મારવાડનાં ચાર રાજ્યે ગુજરાત ઉપર હુમલા કર્યાં ત્યારે ધૂંઘુલ તેમની સાથે મળી ગયા હતા તથા ગુજરાતમાં આવતા જતા વેપારીએ, સાર્થા અને યાત્રાળુઓને લૂંટતા હતા. એની સામે તેજપાળને એક બળવાન સૈન્ય સાથે મેકલવામાં આવ્યા. તેણે ઘુઘુલને પકડીને લાકડાના પાંજરામાં પૂર્યા તથા પેાતાના એક સરદારની ગાધરાના હાકેમ તરીકે નિમણૂક કરી. આ અપમાન નહિ સહન થવાથી ધૃધુલે પાતાની છત્ર કરડીને આત્મઘાત કર્યાં.૯૬ આ વિજયને પરિણામે વાઘેલાએની સત્તા ગુજરાતની પૂર્વ સરહદ સુધી વિસ્તરી અને માળવા બાજુના વેપારી માર્ગ સલામત બન્યા. ૩૪. પ્રર્કા, પૃ. ૧૦૬-૧૦૪; વચ, ૨ ૩૫. પ્રકા, પૃ. ૧૦૪ અને આગળ; વચ, ૨ ૩૬. પ્રા, પૃ. ૧૦૭-૧૦૮, વચ, ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy