SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મકરણ ૩] વસ્તુપાળના કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી[૪૩ આશયથી તથા ભેાળા ભીમદેવના નબળા રાજ્યઅમલમાં ખાલી થઈ ગયેલા રાજકાશ ભરવાના હેતુથી થયાં હાય એવા પૂરા સંભવ છે. વસ્તુપાલચરિત’ લખે છે કે ખંભાતના એક સમૃદ્ધ મુસ્લિમ વેપારી સદ્દીક અથવા સદને શાસન કરવામાં (જુએ પૈરા પ૯) વસ્તુપાળના આશય પ્રજાને એ બતાવવાના હતા કે હવે નવા રાજ્યઅમલમાં માણ્ય ન્યાયને કાઈ અવકાશ નહાતા.૨૯ ટૂંકામાં, સત્તારૂઢ થયા પછી વસ્તુપાળનું પહેલું કાર્ય ગુજરાતમાં રાજકીય અને આર્થિક વ્યવસ્થા સ્થાપવાનું હતું. શખ ઉપર વિજય ૫૦. ધાળકા અને ખંભાત આસપાસના પ્રદેશમાં વસ્તુપાળ શાન્તિ રથાપવામાં સફળ થયા એ અરસામાં લાટના શાસક શંખે ખંભાત બંદર લાટના રાજાનું છે એવા દાવા કરીને તેના ઉપર આક્રમણુ કર્યું. ખંભાત પાસેના ગ્રૂપ (વડવા) નામે રથાને ભારે લડાઈ થયા પછી વસ્તુપાળથી હારીને શંખે પીછેહઠ કરી. આ વિજયની ઉજવણી માટે ખંભાતના નગરજનાએ શહેરની બહાર આવેલ એકલવીરા માતાના મન્દિરમાં ઉત્સવ કર્યો, અને મંત્રી પણ દર્શનાર્થે ત્યાં ગયા.૩૦ આ ઘટના ગું. ૧૨૭૯ (ઈ. સ. ૧૨૨૩) પહેલાં બની હાવી જોઇએ, ક્રમક એ વર્ષમાં વસ્તુપાળે ખંભાતનું શાસન પેાતાના પુત્ર જયંતસિંહ અથવા જયસિંહને સોંપ્યું હતું.૩૧ ખભાતતા વહીવટ માંગીન પાયા ઉપર મૂકવાનું વસ્તુપાળનું કાર્ય એ રીતે મહત્ત્વનું છે કે એ સમયે ઉત્તર અને પશ્ચિમ ભારતનું એ મુખ્ય બંદર હતું, અને એથી આર્થિક તથા વેપારી દિષ્ટએ એની ભારે અગત્ય હતી. . દેવગિરિના યાદવ રાજા સાથે સધિ ૫૧. દક્ષિણમાંથી દેવગિરિના યાદવ રાખ્ત સિંહણુ અથવા સિંધળું અને ઉત્તરમાંથી ચાર મારવાડી રાજાઓએ એકસાથે ગુજરાત ઉપર હુમલા કર્યા ત્યારે પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરન્તુ લવણુપ્રસાદ અને વીર ધવલે હિંમત ગુમાવી નહિ, અને તે બહાદુરીથી લડચા. અંતે મારવાડના ચાર રાજાએ સાથે૨ તેમજ વિગિરના યાદવ રાજા સાથે૭ સધિ ૨૯. એ જ. ૩૦. કાકી, સ` ૪-૫; વિશ્વ, સ પ; વળી જુએ પ્રા, પૃ. ૧૦૯-૧૦૯; પ્રચિ, પૃ. ૧૦૨. ૩૧. પ્રાલેસ, ન. ૪૦-૬ ૩૨. કાકી, ૬-૬૭ ૩૩, ‘ લેખપતિ ' પૃ. ૯૨. વળી જુએ બાર્ગે, પુ. ૧, ભાગ ૧, ૩. ૧૯૯-૨૦૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy