SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૨૭ સિદ્ધરાજે બંધાવેલું સહસ્ત્રલિંગ તળાવ જેની આસપાસ ૧૦૦૮ શૈવ મન્દિરા અને ૧૦૮ દેવમન્દિર આવેલાં હતાં તથા એના કિનારા ઉપર આરસને ભવ્ય કીર્તિસ્તંભ જે ઉપર શ્રીપાલકૃત પ્રશસ્તિ કોતરેલી હતી–એ વડે અણુહિલવાડને દેખાવ ખરેખર આકર્ષક લાગતે હૈ જોઈએ. જુદા જુદા વિદ્યાવિષયનું અધ્યયન કરાવતી સત્રશાળાઓ અને વિદ્યામઠા, જેમાં અધ્યાપક અને વિદ્યાર્થીઓ માટે રાજ્ય તરફથી વિના મૂલ્ય રહેવાની અને અન્નવસ્ત્રની વ્યવસ્થા હતી, ૪ એને કારણે સહસ્ત્રલિંગ આસપાસને વિસ્તાર એક વિશ્વવિદ્યાલય જેવો બનેલો હતો. બધા જ સંપ્રદાયને અહીં સ્થાન હતું તથા બૌદ્ધ તર્કશાસ્ત્ર સમેતપ સર્વ દર્શનેને અભ્યાસ આ નગરમાં થતો હતે. વસ્તુપાળની બાબતમાં આપણે જોઈશું તે પ્રમાણે, એક પ્રકારને સર્વધર્મ સમભાવ પ્રવર્તતે હતો, અને એક જ કુટુંબના માણસો જુદા જુદા ધર્મો પાળવા સાથે પરસ્પર પૂરા પ્રેમભાવથી રહેતા હોય એવાં ઉદાહરણો છે. રાજ્યકર્તા વર્ગના માણસો જૈન સાધુ બન્યા હોય એવા પણ સંખ્યાબંધ દાખલા છે. ભીમદેવ પહેલાના મામા દ્રોણાચાર્ય (પૈરા ૨૦) તથા ગૃહસ્થાવરથામાં દ્રોણાચાર્યના ભત્રીજા અને પછી એમના શિષ્ય સુરાચાર્યનાં નામ એમાં નોંધપાત્ર છે. ૬ ૩૮. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ, આ નગરમાં સંસ્કારિતાનું એકંદર ધારણ ઊંચું હતું. રાજ્ય દ્વારા સંચાલિત વિદ્યામઠો ઉપરાંત જુદા જુદા સંપ્રદાયનાં ચ અને મઠે એ ખરું જોતાં ઊંચી કોટિની અધ્યયનશાળાઓ જ હતાં, જ્યાં વિદ્યાત્રયી (તર્ક, લક્ષણ અને સાહિત્ય) તથા એ સાથે સંબંધ ધરાવતા વિષયોને અભ્યાસ થતો હતો. અણહિલવાડ અને બીજા નગરોમાં સંસ્કૃત નાટક પર્વદિવસેએ કે ઉત્સવપ્રસંગોએ ભજવાતાં હતાં અને લેકે ઉત્સાહપૂર્વક એ જાવા માટે જતાં હતાં. સામાન્ય માણસો પણ નાટકના સંસ્કૃત અને પ્રાકૃત સંવાદો સમજી શકતાં ન હોય તો આ બની શકે નહિ. નાટક ઘણું ખરું મદિરમાં રાજા, મંત્રી કે કોઈ ધનિક વેપારીની આજ્ઞાથી ભજવાતાં હતાં. સુપ્રસિદ્ધ કાશ્મીરી કવિ બિલ્ડણ જે સિદ્ધરાજના પિતા કર્ણ સોલંકીના રાજ્ય (ઈ. સ. ૧૦૬૪–૯૪)માં થોડોક ૬૪. સંસ્કૃત ‘થાશ્રય કાવ્યની ટીકા, ૧-૭ ૬૫. * પ્રભાવક ચરિત,” ૧૬–૭૪ ૬૬. સુરાચાર્ય પણ મહાન પંડિત અને અધ્યાપક હતા. એમના જીવનના પરંપરાગત વૃત્તાન્ત માટે જુઓ “પ્રભાવચરિત,” પ્રબન્ધ ૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy