SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ સમય પાટણમાં રહ્યો હતો તેણે રચેલી “કર્ણસુન્દરી નાટિકા' મંત્રી સંપત્થર અથવા શાન્ત મહેતાની આજ્ઞાથી પાટણમાં આદિનાથના મન્દિરમાં ભજવાઈ હતી.આચાર્ય નેમચન્દ્રના એક શિષ્ય દેવચન્દ્રકૃત (જુઓ ઉપર પેરા ર૭) “ચંદ્રલેખાવિજય પ્રકરણ” પાટણમાં કુમારવિહારમાં કુમારપાળની સભાના પરિતોષ અર્થે ભજવાયું હતું. પ્રહલાદનકત “પાર્થ પરાક્રમબાગ” અને યશપાલકત “મોહરાજપરાજય'ના અભિનયપ્રયોગ વિશે અગાઉ નિર્દેશ કર્યો છે (પેરા ૩૧-૩ર). સિદ્ધરાજના રાજકવિ શ્રીપાલનો પત્ર વિજયપાલ તે નિશ્ચિતપણે વસ્તુપાળને સમકાલીન હતા અને ઈસવી સનના તેરમા શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતો. તેણે રચેલું દ્રૌપદી સ્વયંવર' નાટક પાટણમાં ત્રિપુરુષપ્રાસાદમાં વસંતોત્સવ પ્રસંગે ભીમદેવ બીજાની આજ્ઞાથી ભજવાયું હતું. રામભદ્રકૃત “પ્રબુદ્ધરૌહિણેય” નાટક જેમાં ભગવાન મહાવીરના સમકાલીન એક ચાર રોહિણેયને થયેલી ધર્મ પ્રાપ્તિની કથાનું નિરૂપણ કરેલું છે; ઈ. સ. ૧૨૦૦ ના અરસામાં જલોરમાં યશવીર અને અજયપાળ નામના બે વણિક બંધુઓની સૂચનાથી તેમણે જ બંધાવેલા એક મન્દિરમાં ભજવાયું હતું. ૨૭ મહામાત્ય વસ્તુપાળ અને એનાં કુટુંબીજનેની આજ્ઞાથી ભજવાયેલાં નાટકોની સમાલોચના આપણે હવે પછી કરીશું; પરન્તુ ઉપર આપેલાં ઉદાહરણ ગુજરાતની એ સમયની સાંસ્કૃતિક સ્થિતિ ઉપર કેટલેક જરૂરી પ્રકાશ પાડે છે. ગુજરાત એ ભારતને કદાચ એક માત્ર એવો પ્રાન્ત હશે, જ્યાં પ્રાગ્વાટ, શ્રીમાળી આદિ વણિક જ્ઞાતિઓની વ્યક્તિઓ પણ વિદ્વાન હતી ( જ પ્રકરણ ૪, છેલ્લે ટિપ્પણ). કાવ્ય નાટકાદિ પ્રકારના સંરકૃત પ્રાકૃત ગ્ર જ નહિ, પણ કાવ્યશાસ્ત્ર અને ફિલસૂફી જેવા શાસ્ત્રીય વિના ગ્રન્થ પણ તેમણે રચેલા છે. એમાંના કેટલાક પિતાને ગુરુઓ અને ઉપ- . દેશકને પિતાની જ્ઞાનવૃદ્ધિ માટે જુદા જુદા વિષય ઉપર ગ્રન્થો રચવાની ૬૭. ભ. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૬૦ અને આગળ. ગુજરાતમાં મુસ્લિમ રાજ્ય થયા પછી અને અમદાવાદમાં ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત સ્થપાયા પછી પણ સંસ્કૃત નાટકો ભજવવાની પરંપરા ગુજરાતનાં થોડાંક હિન્દુ રાજ્યમાં ચાલુ રહી હતી. ઈ. સ. ૧૪૪૯ના અરસામાં આપણને ગંગાધરનું “ગંગાદાસપ્રતાપવિલાસ” નામનું નવ અંકનું નાટક મળે છે. આ ગંગાધર એ ચાંપાનેરના રાજા ગંગાદાસને આશ્રિત હતો અને દક્ષિણમાં વિજયનગરથી ગુજરાતમાં આવ્યું હતો. એક સમકાલીન રાજકીય ઘટના ઉપર રચાયેલું આ ઐતિહાસિક નાટક છે અને અમદાવાદના સુલતાન મુહમ્મદ બીજાના ગંગાદાસને હાથે થયેલા પરાજયનું એમાં નિરૂપણ છે. નાટકમાં વરરસ મુખ્ય છે. ચાંપાનેરમાં મહાકાલીના મન્દિરના સભાગૃહમાં એ ભજવાયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy