SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ છેલ્લા હિન્દુ રાજા કર્ણ વાઘેલાના સમય સુધી (ઈ. સ. ૧૨૯૬-૧૩૦૪)માં અણહિલવાડમાં તથા ગુજરાતના ચૌલુકય રાજ્યના જુદા જુદા પ્રદેશોમાં રચાયેલા છે. એ પછી ઠેઠ ૧૮ મા સૈકા સુધી આ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં આપણને મળે છે. ધાર્મિક તેમજ અન્ય વિષયના સાહિત્યની સર્વ શાખાઓને લગતી રચનાઓ એમાં છે. આમાંના મોટા ભાગના ગ્રન્થો હજી અપ્રકાશિત હોઈ પ્રાચીન હરતલિખિત પુસ્તકભંડારોમાં સચવાયેલા છે. ૩૬. અણહિલવાડ પાટણ એ ગુર્જર સામ્રાજ્યનું કેન્દ્ર હતું. કુમાર પાળના રાજ્યકાળમાં એની સમૃદ્ધિની પરાકાષ્ઠા હતી અને એ સમયે એને વિસ્તાર દક્ષિણે કાંકણથી માંડી આખુયે રાજપૂતાના અને પશ્ચિમે કચ્છ સૌરાષ્ટ્ર અને સિન્ધની સરહદ સુધીના પ્રદેશથી માંડી પૂર્વે આખાયે માળવાને આવરી લેતો હતો. ગુજરાતની રાજસત્તાની પડતીનાં બીજ કુમારપાળના રાજ્યકાળના છેલ્લા દિવસે માં વવાઈ ચૂક્યાં હતાં. ૨ કુમારપાળ પછીના ત્રીજા રાજ–વચ્ચેના બે રાજાઓ બહુ થોડા સમય ગાદીએ રહ્યા હતા—ભીમદેવ બીજાના સમય (ઈસ. ૧૧૭૮-૧૨૪૨)માં આ પડતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, તે પણ વિરધવલ વાઘેલા અને તેના વિખ્યાત મંત્રીએ વસ્તુપાળ અને તેજપાળના સમયમાં ગુજરાતની જાહજલાલી ફરી વાર પૂર્વવત્ પ્રકાશી હતી. પશ્ચિમ ભારતમાં મધ્યકાલીન હિન્દુ રાજ્યકાળમાં પાટણનું જે અતિ અગત્યનું સ્થાન હતું એ જોતાં એ શહેરની સાંસ્કારિક મહત્તાનું વિહંગાવલોકન અહીં ઉચિત થશે. - ૩૭. મૌર્યકાળમાં હતી એવી કોઈ પ્રકારની વસ્તીગણતરીની પ્રથાનું અસ્તિત્વ ચૌલુકય અને વાઘેલા સમયમાં હતું એમ કહેવાના કોઈ પુરાવા નથી. પરંતુ અણહિલવાડનાં જે સંખ્યાબંધ વર્ણને આપણને મળે છે તે ઉપરથી એની વસ્તી ઘણી મોટી હતી એમ કહેવામાં કશી અતિશયોકિત નથી. કેટલેક સ્થળે એને ઉલ્લેખ નરસમુદ્ર” તરીકે કરેલ છે. વેપાર અને વાણિજ્યનું એ મેટું મથક હતું. સમકાલીન સાહિત્યરચનાઓમાં આ નગરનાં ઘણાં વર્ણન મળી આવે છે. હેમચન્દ્રનાં બને “યાશ્રયકાવ્ય ’નાં તથા સોમેશ્વરકૃત “કીર્તિકૌમુદી નાં વર્ણને આમાં વિશિષ્ટ છે અને કાવ્યસહજ અતિશક્તિઓ અને અલંકારે એમાં હોવા છતાં અભ્યાસીની ઇતિહાસલક્ષી કલ્પનાશક્તિને ઉત્તેજે એવી વાસ્તવદર્શિતા એમાં અવશ્ય રહેલી છે. ૧૩ ૬૨. ૨. છો. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૯-૩૦ ૬૩. એ જ, પૃ. ૨૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy