SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૫ સચોટ પુરાવો રજૂ કરે છે. યુવાન-ચાંગના વર્ણન પ્રમાણે, વલભીમાં સેંકડો સંધારામ હતા અને ત્યાં રહીને લગભગ ૬૦૦૦ બૌદ્ધ સાધુઓ હીનયાનના સિદ્ધાન્તને અભ્યાસ કરતા હતા. વળી તે લખે છે, “ શહેરથી બહુ દૂર નહિ એવે સ્થળે એક મોટો સંધારામ હતો, જે અહંતે (એ––લે) બંધાવેલો હતો, ત્યાં બોધિસરવો ગુમતિ અને સ્થિરમતિક પિતાનાં પર્યટન દરમ્યાન રહ્યા હતા અને ત્યાં એમણે પ્રસિદ્ધ ગ્રન્થ રચ્યા હતા.” અસંગ, વસુબધુ અને સ્થિરમતિ એ મહાયાન બૌદ્ધ ધર્મના ભેગાચાર સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ નામો છે, અને યુવાન-ચાંગના પુરાવાને આધારે આપણે કહી શકીએ કે એમાંના એક રિથરમતિ–જેણે વસુબંધુની ‘ત્રિશિકા” ઉપર ટીકા લખી હતી તથા કેટલાક ગાચાર ગ્રન્થો રચ્યા હતા તેવલભીની પાસે રહેતા હતા, તથા બૌદ્ધ ફિલસૂફીને વલભીમાં મોટા પ્રમાણમાં અભ્યાસ થતો હતો. ૫. વલભી મોટું વિદ્યાકેન્દ્ર હતું એ યુવાન–ચાંગના લઘુવયરક સમકાલીન ઇસિંગના કથન ઉપરથી પણ જણાય છે. એના કથન પ્રમાણે, “ દક્ષિણ બિહારનું નાલંદા અને વલભી એ બે ભારતનાં એવાં સ્થળો છે જેઓની તુલના ચીનનાં સૌથી વિખ્યાત વિદ્યાધામ સાથે થઈ શકે. આ સ્થળોએ પુષ્કળ વિદ્યાર્થીઓ આવતા અને તેઓ સાધારણ રીતે બે અથવા ત્રણ વર્ષ સુધી બૌદ્ધ ફિલસૂફીને લગતાં વ્યાખ્યાને સાંભળતા.પ ૬. બ્રાહ્મણ અને જૈન વિદ્યાઓને વિકાસ વલભીમાં થયો હતો એ બતાવવા માટે પણ પૂરતા પુરાવા છે. કાશ્મીરી સોમદેવ ( ઈ. સ. નો ૧૧મે સેક)ને “કથાસરિત્સાગર’ના કરમા તરંગમાં એક વિષ્ણુદત્તને વિદ્યા ભણવા માટે અંતર્વેદીમાંથી વલભી જતો વર્ણવ્યા છે. “કથાસરિત્સાગર” જે કે અગિયારમા સૈકામાં રચાયેલો છે, પણ ઉપર્યુક્ત ઉલ્લેખ ઘણો જૂનો હોઈ શકે, કેમકે એ ગ્રન્થ ઈસવી સનના આરંભમાં થઈ ગયેલા ગુણાક્ય ૨. આ સંધારામને ભાવનગર પાસેના તળાજાની ગુફાઓ તરીકે ઓળખવામાં આવેલ છે ( ‘પુરાતત્વ', પુ. ૧, પૃ. ૧૦-૧૨ ). 3. પરંપરા અનુસાર, ગુણમતિના શિષ્ય એક સ્થિરમતિ થઈ ગયા છે અને તે ઈ. સ. ૪૨૫ પહેલાં વિદ્યમાન હતા (જુઓ વિન્ટરનિલ્સ, A History of Indian Literature, પુ. ૨, પૃ. ૩૬૨ ટિપ્પણ. ) ૪. બીલ, Budhhist Records of the Western World, ભાગ ૧૧, પૃ. ૨૦૮ પ. મિથ, Early History of India, પૃ. ૩૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy