SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૧ પડે છે—એક છે. મહાન પડિત, કલિકાસસન આચાર્ય હેમચન્દ્રને (ઈ. સ. ૧૦૮૮-૧૧૭૩) અને ખીજે વસ્તુપાલના. આમાંના પહેલા યુગની વિગતવાર ચર્ચા ડૉ. બ્યુલરે Life of Hemachandrāchărya માં, અધ્યાપક રસિકલાલ છે. પરીખે હેમચન્દ્રના ‘ કાવ્યાનુશાસન ’ ની અંગ્રેજી પ્રસ્તાવનામાં તથા શ્રી. મધુસૂદન મેાદીએ · હૈમસમીક્ષા ' માં કરી છે. ખીજો અર્થાત્ વસ્તુપાલના યુગ એ આ પુસ્તકના વિષય છે. " ૩, જ્યાં વસીને હેમચન્દ્ર અને વસ્તુપાલ જેવા પુરુષાએ પેાતાનું જીવનકા કર્યું હતું તે અણુહિલવાડ અને ધાળકા જેવાં શહેરનું બૌદ્ધિક અને સાંસ્કારિક જીવન, આપણે હમણાં જોઇશું તે પ્રમાણે, પાટલિપુત્ર, કાન્યકુબ્જે, વલભી અને ભિન્નમાલ જેવાં શહેરાની ઉચ્ચ પરપરાનું સાતત્ય જાળવે એવું હતું. વિદ્યાધામ વલભી ૪. શ્રીકૃષ્ણે જરાસધથી નાસીને જ્યાં પોતાની રાજધાની બનાવી હતી એ પુરાણપ્રસિદ્ધ દ્વારકાને છેાડી દઇએ તેા, ગુજરાતનાં ઐતિહાસિક શહેરામાં આપણે ગિરિનગર(જૂનાગઢ)થી આરંભ કરવા પડે. જૂનાગઢના પાધરમાં ગિરનારની તળેટીમાં આવેલા એક ખડક ઉપર ભારતના ત્રણ અસાધારણ મહત્ત્વના ઐતિહાસિક લેખા કાતરેલા છે એમાંના એક તે સમ્રાટ અશોક (ઈ. સ. પૂર્વે ૨૭૪–૨૩૭)ને પ્રાકૃત શાસનલેખ, જેની પ્રાકૃત ભાષા પશ્ચિમ ભારતમાં સર્વસામાન્ય રીતે સમજાતી હાવી જોઇએ; એમાંના ખીજો લેખ તે શક–ક્ષત્રપ રુદ્રદામાના સંસ્કૃત ગદ્યમાં કાતરાયેલા શિલાલેખ (ઈ. સ. ૧૫), જે પ્રશિષ્ટ અલંકૃત સંસ્કૃત સાહિત્યના પ્રાચીનતમ નમૂ નાઓ પૈકીના એક છે; ત્યાંના ત્રીજો શિલાલેખ તે ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તને સંસ્કૃત કવિતામાં રચાયેલે લેખ છે. ગુજરાતની પ્રાચીનતમ સાહિત્યરચનાએમાં આ લેખાનું—ખાસ કરીને રુદ્રદામા અને સ્કન્દગુપ્તના લેખાનું—વિશિષ્ટ સ્થાન છે, અને અનુક્રમે મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત એ ભારતના ત્રણ પ્રસિદ્ધ ઇતિહાસયુગા સાથે એ લેખા સબધ ધરાવે છે. એ પછી આપણે વલભીના મૈત્રકાના યુગમાં આવીએ છીએ કે જે યુગ ઉત્તરકાલીન ગુપ્તાને સમસામયિક હતા. વલભી (વળા અથવા વલભીપુર) એ બ્રાહ્મણુ, બૌદ્ધ અને જૈન વિદ્યાનું મેાટું કેન્દ્ર હતું. મહાન ચીનેા મુસાફર યુવાન-ચાંગ જે ઈ. સ. ૬૪૧ ના અરસામાં વલભી આવ્યા હતા એણે આપેલું ત્યાંનું વર્ણન આ વિશેના ૧. શ્રી. રસિકલાલ છે. પરીખ, ‘કાવ્યાનુસાન', પ્રસ્તાવના, પૃ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy