SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૨૧ નું નામ 'નિજ૮ છે, અને તેમાં માધુર્ય, ઓજસ અને પ્રસાદ એ ત્રણ કાવ્યગુણોની ચર્ચા કરેલી છે. કર્તા એકંદરે મમ્મટને અનુસરે છે, પણ એનું નિરૂપણ વધુ વિગતવાર, પ્રવાહી અને સરલ છે. બ્રાહૃાા૨વન નામે નવમો તરંગ૨૬ શબ્દાલંકારોની વાત કરે છે. સામાન્ય રીતે મમ્મટને અનુસરવા છતાં કર્તાએ વધુ પેટાવિભાગ અને સંખ્યાબંધ નવાં ઉદાહરણ આપ્યાં છે. આઠમા તરંગનું નામ નથઢિંકારવન છે, અને એમાં અર્થાલંકારોની ચર્ચા કરેલી છે. આમાં નરેન્દ્રપ્રભે કુલ ૭૦ અલંકારોની ચર્ચા કરી છે, જ્યારે મમ્મટે ૬૧ અલંકારોની અને હેમચન્દ્ર ૩૧ સુત્રોમાં ર૯ અલંકારોની વાત કરી છે. સાધારણ રીતે મમ્મટને અનુસરવા પણ આપણા લેખકે અર્થાલંકારોને અનુક્રમ જુદી રીતે ગોઠવ્યો છે, અને ઉપમાને બદલે અતિશયોક્તિથી આરંભ કર્યો છે. મમ્મટમાં નથી એવા નીચે પ્રમાણેના નવ અર્થાલંકારોની તેમણે ચર્ચા કરી છે તથા ઉદાહરણ આપ્યાં છે. ઉલ્લેખ, પરિણામ, વિકલ્પ, અપત્તિ, વિચિત્ર, રસવત, પ્રેય, ઊર્જરવી, અને સમાહિત (સમાધિથી ભિન્ન). રસવત આદિ અલંકારો સૈદ્ધાત્વિક દષ્ટિએ લેખકને રવીકાર્ય નથી, તોપણ બીજા કેટલાક આલંકારિકાએ તેને રવીકાર કરેલો હોઈ આ સર્વગ્રાહી નિરૂપણમાં એઓને સમાવેશ કરવામાં આવ્યો છે. ૩૧ સરલ અને શાસ્ત્રીય રીતે અલંકારોની વ્યાખ્યા આપીને, વ્યવસ્થિત રીતે એના પેટાવિભાગો પાડીને તથા પુષ્કળ ઉદાહરણો દ્વારા એ સમજાવીને કર્તાએ પિતાના ગ્રન્થને શાસ્ત્રીય ઉપરાંત રસપ્રદ પણ બનાવ્યો છે અને વિના અતિશયોક્તિએ એમ કહી શકાય કે હમચન્દ્ર અને બે વાગ્લટ પછી જન લેખકોએ રચેલા સૌથી નોંધપાત્ર અલંકાર પ્રસ્થામાં “અલંકારમહોદધિનું સ્થાન છે. ૨૬૦. નરેન્દ્રપ્રભસૂરિએ કરેલું વિષયનું નિરૂપણ, મમ્મટની સિદ્ધાન્ત– ચર્ચામાં તેમણે કરેલા આનુષંગિક ઉમેરા તથા તેમણે ટાંકેલાં પ્રમાણો, ૨૮. સર૦ એ જ, ઉલ્લાસ ૮. ગુજાઢારમેનિયતાળનિર્ણય. ૨૯. સર૦ એ જ, ઉલ્લાસ ૯. રાૐરાનિર્ણય. ૩૦. સર૦ એ જ. ઉલ્લાસ ૧૦. મિથાનિય. 3१ रसादयः पूर्वप्रतिपादितरूपा. सर्वेऽप्येते यत्र क्वचिदात्मानं गुणीकृत्यापरस्य रसादेरेवाङ्गतामवयवतां धारयन्ति तस्मिन् विषये इमे रसवत्-प्रेय-ऊर्जદિવ–ણમાતાહિનાનાનોડરજ્જારા: વૈશ્વદ્દા જાદરીત મન્નતાઃ | પૃ. ૩૨૮ અહીં નોંધવું જોઇએ કે ગુણભૂત વ્યંગ્યની ચર્ચા કરતાં મમ્મટે રસવતઆદિ અલંકારનો ઉલ્લેખ કર્યો છે (કા. પ્ર. ૫-૨ ઉપરની વૃત્તિ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy