SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ આધાર અને ઉદાહરણ એમની વિદ્વત્તા અને બહુશ્રુતતાની પ્રતીતિ કરાવે છે. નીચેના ગ્રન્થ કે ગ્રન્થકારોના આધારે તેમણે ટાંક્યા છે– હૃદયદર્પણ” (પૃ. ૧૫) અને તેને કર્તા ભટ્ટ નાયક (પૃ. ૫૭), “વાકયપદી” (પૃ. ૧૫) અને “મહાભાષ્ય” (પૃ. ૧૫-૧૬), મુકુલ (પૃ. ૩૬), કટ્યુટ (પૃ. ૪૪), ભરત અને એને ટીકાકાર (પૃ. ૫૫), લેલ્લટ (પૃ. પ૬), શંકુક (પૃ. પ૬), અભિનવગુપ્ત (પૃ. ૧૮), હેમચન્દ્રનું વ્યાકરણ–જે કે એને નિર્દેશ નામ દઈને નહિ પણ મેધમ કર્યો છે (પૃ. ૧૬૬, ૨૩૮, ૩૧૫, ૩૩ર), વનિકાર (પૃ. ૧૮૨, ૧૮૩), વામન (પૃ. ૧૯૦), અને કુન્તક (પૃ. ૨૦૧) જેનું નામ મુદ્રિત ગ્રન્થમાં “કુ(૪)ક” એવું છપાયું છે. નીચેના ગ્રન્થો કે ગ્રન્થકારોના માત્ર ઉલ્લેખ કરેલા છે–કાલિદાસ (પૃ. ૬), ભરત, ચાણક્ય, વાત્રયાયન, “શકુન્તલા” અને “કાદંબરી' (પૃ. ૮), આનંદવર્ધન (પૃ. ૧૧), કણાદ (પૃ. ૧૫), 'કુમારસંભવ” (પૃ. ૧૮૦), “વેણીસંહાર” (પૃ. ૧૮૦), વીરચરિત' (પૃ. ૧૮૧), ‘હયગ્રીવવધ” (પૃ. ૧૮૧), “શિશુપાલવધ” (પૃ. ૧૮૧), “રત્નાવલિ' (પૃ. ૧૮૧), “અર્જુનચરિત” (પૃ. ૧૮૩), “નાગાનન્દ (પૃ. ૧૮૩) અને “હર્ષચરિત' (પૃ. ૨૫૦, ૩૦૪). કવિશિક્ષાના સાહિત્યને વિકાસ ૨૬૧, અમરચન્દ્રસૂરિકૃત “કાવ્યકલ્પલતા' તથા એ ઉપરની બે પજ્ઞ વૃત્તિઓ– કવિશિક્ષા” અને “પરિમલ –કવિશિક્ષા અર્થાત “કવિઓની તાલીમ અને લગતી નોંધપાત્ર કૃતિ છે અને ઊગતા કવિઓ કે કવિપદેથુઓ માટેના પાઠયપ્રન્થ તરીક એની રચના થઈ હતી. “કવિશિક્ષા” ટીકા વધારે પદ્ધતિસર અને વ્યવસ્થિત હોઈ “કાવ્યકલ્પલતા’ સાથે તે એક કરતાં વધુ વાર છપાઈ ગઈ છે, તેથી આપણે તેનું અવલોકન પહેલાં કરીશું અને ‘પરિમલ પછી જોઈશું. પણ ત્યારપહેલાં કવિશિક્ષાના સાહિત્યના વિકાસનું ઐતિહાસિક દષ્ટિએ વિહંગાવલોકન કરવું જોઈએ. એ વિષયને લગતા “આ ગ્રન્થોને ઉદ્દેશ સદાન્તિક ચર્ચાઓ અને વ્યાખ્યાઓ સહિત અલંકારશાસ્ત્રના પરંપરાગત મુદ્દાઓ ચર્ચાને નથી, પણ કવિને મુખ્યત્વે એના લેખનકાર્યમાં માર્ગદર્શન આપવા માટે એઓની રચના થયેલી છે; એ ગ્રન્થને આશય જ “કવિશિક્ષાને અર્થાત ઊગતા કવિઓને એમની કલાના વિકાસ અર્થે સૂચને આપવાનું છે............સર્વમાન્ય સાહિત્યશાસ્ત્રના પ્રાચીન તેમજ અર્વાચીન લેખકેએ પ્રસંગોપાત્ત કવિઓની તાલીમના વિષયને, બેશક, સ્પર્શ કર્યો છે અને આ જ વસ્તુ સમય જતાં સ્વતંત્ર અધ્યયનને પાત્ર બની હોય અને આ પ્રકારની સગવડભરી પુસ્તિકાઓની સંખ્યા એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy