SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૧૯ બન્યો છે. મમ્મટે ટાંકેલાં ઉદાહરણની સંખ્યા ૬૦૨ છે, જ્યારે “અલંકારમહોદધિનાં ઉદાહરણુની સંખ્યા ૯૮૨ છે. “કાવ્યપ્રકાશના દશ ઉલ્લાસના વિષને નરેન્દ્રપ્રભે, ઉપર કહ્યું તેમ, આઠ તરંગમાં ન્યાય આપે છે. કાવ્યપ્રકાશના બીજા અને ત્રીજા ઉલ્લાસમાંના મુદ્દા “અલંકારમોદધિના બીજા તરંગમાં આવી જાય છે, અને છઠ્ઠા ઉલ્લાસનું વસ્તુ “અલંકારમહાદધિમાંથી લગભગ બાકાત રાખવામાં આવ્યું છે; આ રીતે “કાવ્યપ્રકાશની તુલનાએ આ ગ્રન્થમાં બે પ્રકરણ ઓછાં થઈ ગયાં છે. “અલંકારમહાદધિના કર્તા ઉપર મમ્મટની એટલી બધી અસર છે કે અનેક સ્થળે એની કારિકાઓ તથા વૃત્તિ “કાવ્યપ્રકાશના શાબ્દિક ઋણથી ભરપૂર છે (ઉદાહરણ તરીકે અલંકારમહાદધિનાં પૃ. ૬, ૭, ૧૪–૧૫, ૪૩, ૪૮, ૫૫-૫૬, ૫૭, ૫૮, ૧૨૩, ૧૮ –૮૨, ૧૮૩, ૧૮૪–૮૬, ૧૯૭, ૧૯૯), પણ એ સાથે “અલંકારમહોદધિ” ઉપર હેમચન્દ્રના “કાવ્યાનુશાસનને પણ કેટલાક પ્રભાવ પડેલ છે. ૧-૧૦માં કવિના સંબંધમાં “શિક્ષા શબ્દની સમજૂતી આપતાં નરેન્દ્રપ્રભે કાવ્યાનુશાસન' ઉપરના “અલંકારચૂડામણિમાંથી “શિક્ષા” એટલે કે કવિશિક્ષાને લગતે આખેયે ખંડક લગભગ શબ્દશઃ ટાંકે છે. વળી કવિતાની નરેન્દ્રપ્રભે આપેલી વ્યાખ્યા “કાવ્યપ્રકાશ” કરતાં “કાવ્યાનુશાસનને વધારે મળતી છે, તથા “કાવ્યાનુશાસન” ઉપરની બે ટીકાઓ “અલંકારચૂડામણિ” અને “વિવેક'માંથી તેમણે કેટલાંક ઉદાહરણો લીધાં જણાય છે (જેમકેનં. ૫, “અલંકારચૂડામણિ ૨-૭૦માંથી; નં. ૨૫૬, “અલંકાર ચૂડામણિ ૧-૭૧ અને “વિવેક’ નં. ૪૨૫–૨૮૧માંથી). “કાવ્યપ્રકાશ” ઉપર માણિજ્યચન્દ્રને “સંત” નરેન્દ્રપ્રભ જોયો હોવો જોઈએ, કેમકે કાવ્યના હેતુઓ જણાવતી કારિકા ઉપરની વૃત્તિમાં (પૃ. ૬) તેમણે માણિક્યચન્દ્રની જેમ (૧-૨) ભટ્ટ નાયકના ‘હૃદયદર્પણ”માંથી અવતરણ આપ્યું છે. ૧-૩ ઉપરની ટીકામાં માણિજ્યચન્દ્ર “કાવ્યર્થાતુક’માંથી અવતરણ (પ્રજ્ઞા નવનવજેus) ટાંક્યું છે. એ જ અવતરણ નરેન્દ્રપ્રભ ૧-૭ ઉપરની વૃત્તિમાં પ્રતિભાની ચર્ચા કરતાં આપ્યું છે. આ બધું છતાં એટલું નક્કી છે કે “અલંકારમહાદધિ” મમ્મટના “કાવ્યપ્રકાશને ખૂબ કાળજીથી અનુસરે છે અને તે સાથે એને વિષયનિરૂપણનાં પૂર્તિ અને વિસ્તાર કરીને એને સરલ બનાવે છે. ૨૫૮ વૃત્તિના આરંભમાં પરમ જ્યોતિની સ્તુતિ કર્યા પછી કર્તા પિતાની ગુરુપરંપરા તથા વસ્તુપાળની વંશાવલિ આપે છે (શ્લેક ૧-૧૧), અને પિતાના ગુરુ નરચન્દ્રસૂરિને વસ્તુપાળે કરેલી વિનંતિને પરિણામે આ ગ્રન્થ કેવી રીતે રચાયો એ વર્ણવે છે (શ્લેક ૧૫-૨૧). ગ્રન્થના ૧ લા તરંગનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy