SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [વિભાગ ચિત) “પ્રબન્ધચિન્તામણિ (બ્લેક ૨૩૪), “પ્રબન્ધકાશ” (બ્લેક ૩૩૭) અને “પુરાતનપ્રબન્ધસંગ્રહ (શ્લેક ૨૦૨)માં મળે છે, અને ત્યાં મરણોન્મુખ વસ્તુપાળના મુખમાં મુકાયેલી ઉક્તિરૂપે એ છે (પેરા ૬૩). પ્રબન્ધમાંની આ નોંધ ઐતિહાસિક દૃષ્ટિએ પણ પ્રાયઃ સાચી હોવી જોઈએ, કારણ કે “આરાધના’ને છેલ્લા કલેકમાં આહારને ત્યાગ કરીને અનશનદ્વારા મરણને ભેટવાને, જૈન માન્યતાને અનુરૂપ, નિશ્ચય વસ્તુપાળ વ્યક્ત કરે છે. ૨૨૬, “નરનારાયણનન્દીમાં મહાકાવ્યોને પ્રકાર સફળ રીતે પ્રજા નાર કવિ તરીકે વસ્તુપાળ દેખાય છે, તે આ સ્તોત્રોમાં એક સારા ઊર્મિપ્રાણિત કવિ તરીકે તે નજરે પડે છે. એક ભક્તહૃદયની આદ્રતાથી આ સ્તોત્રો ભરપૂર છે તે સાથે સાહિત્યિક શૈલી ઉપર પણ કવિનું પ્રભુત્વ વ્યક્ત કરે છે. આ વસ્તુ પુરવાર કરવાને થોડાંક ઉદાહરણે બસ થશે. “આદિનાથસ્તોત્ર'માં કેવા હૃદયરપશી શબ્દોમાં કર્તા પિતાને મનોરથ વ્યક્ત કરે છે– संसारव्यवहारतो रतिमतिव्यावर्त्य कर्तव्यतावार्तामप्यपहाय चिन्मयतया त्रैलोक्यमालोकयन् । श्रीशत्रुञ्जयशैलगहवरगुहामध्ये निबद्भस्थितिः શ્રીના ૧ મે ત્રિતયામિ મનઃ | (શ્લોક ૫) आस्यं कस्य न वीक्षितं क्व न कृता सेवा न के वा स्तुता तृष्णापूरपराहतेन विहिता केषां च नाभ्यर्थना । तत् त्रातर विमलादिनन्दनवनीकल्पैककल्पद्रुमः ત્યામાસણ થવા થનમિહું મોરિ નાર્દ (શ્લેક ૯) નેમિસ્તવમાં ગંભીર શબ્દોમાં વસ્તુપાળે કરેલી નેમિનાથસ્તુતિ પણ નોંધપાત્ર છે जयत्यसमसंयमः शमितमन्मथप्राभवो भवोदधिमहातरि१रितदावपाथोधरः । तपस्तपनपूर्वदिक्कलुषकर्मवल्लीगजः સમુદ્રવિજયાજ્ઞપ્રિમુવર્નવવૃતામળિઃ (શ્લોક ૧) નરચન્દ્રસૂરિકૃત “સર્વજિનસાધારણસ્તવન' ૨૨૭. “નરચન્દ્રસૂરિકૃત” “ સર્વજિનસાધારણસ્તવન” એ માલિની ૬. પ્રકા (શ્લોક ૨૯૧) અને પુરસ (શ્લોક ૧૭૨) બને ત્રમાં આ લૈંક મળે છે. બનેમાં આ શ્લોકન કર્તા, સાચી રીતે જ, વસ્તુપાળને ગણવામાં આવે છે એ નેધપાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy