SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૯૩ વૃત્તિની અગિયાર કડીમાં રચાયેલું રત્ર છે. એનું નામ સૂચવે છે તેમ, એ કોઈ એક તીર્થકરને ઉદ્દેશીને રચાયેલી સ્તુતિ નથી, પણ સર્વ તીર્થકરોને સામાન્ય રીતે લાગુ પડે એવું તેત્ર છે. આ રચનાનું કાઈ ખાસ નોંધપાત્ર લક્ષણ નથી, સિવાય કે પ્રત્યેક કડીનું પહેલું ચરણ સુન્દર અનુપ્રાસથી શરૂ થાય છે. ઉદાહરણ તરીકે– हरसि हरसिताभिः सूत्रितज्ञानलक्षया नयन नयनभाभिस्त्रातरज्ञानपङ्कम् । तमसि तमसितिम्ना लोकमाक्रान्तबिन्दुः નિવનિપતૈિ: વુિં જ શુશ્રવતિ || (શ્લોક છે) પ્રકરણ ૧૦ સૂક્તિસંગ્રહ ૨૨૮. સૂક્તિસંગ્રહ એટલે વિવિધ વિષય પરનાં સુભાષિતોને સંકલિત સમુચ્ચય. અમિતગતિકૃત સુભાષિતરત્નસંદેહ” (ઈ. સ. ૯૯૪)ની જેમ તે એક જ કવિની રચના હોય અથવા “કવીન્દ્રવચનસમુચ્ચય' (ઈ. સ. ની ૧મી સદીને અંત) તથા એ પછીના બીજા કેટલાક જાણીતા સૂક્તિસંગ્રહની જેમ પૂર્વકાલીન કવિઓનાં ચૂંટેલાં સુભાષિતોના સંગ્રહો હોય. આ બીજા પ્રકારના સૂક્તિસંગ્રહમાં કેટલીક વાર જે તે સુભાષિતની સાથે તે રચનાર કવિનું નામ પણ આપેલું હોય છે, જો કે ઘણાખરા દાખલાઓમાં એ કવિને સમય નિશ્ચિત કરવાનું કોઈ સાધન હોતું નથી. આ પ્રકરણમાં પહેલા પ્રકારના અર્થાત એક જ કર્તાની કલમે રચાયેલા સૂક્તિસંગ્રહને વિચાર આપણે કરવાનું છે. એ સંગ્રહે તે સેમેશ્વરકૃત “કર્ણામૃતપ્રપા” અને નરેન્દ્રપ્રભસૂરિકત “વિવેકપાઇપ તથા “વિવેકકલિકા” છે. સેમેશ્વરકૃત “કર્ણામૃતપા” ૨૯. “કર્ણામૃતપ્રપા” એ સેમેશ્વર કવિએ રચેલાં ધાર્મિક ભક્તિપ્રધાન અને બોધપ્રધાન મુક્તકને સંગ્રહ છે, અને તેમાં વિવિધ વૃત્તોમાં કુલ ૨૧૭ લેકે છે. આ કૃતિ હજી અપ્રસિદ્ધ હોઈ હસ્તપ્રતરૂપે જ મળે છે. એમાંના કેટલાક કે સોમેશ્વરની અન્ય રચનાઓમાં શોધી શકાયા છે (પૈરા ૨૦૩), જ્યારે બીજા કે કર્તાનાં કઈ અનુલબ્ધ કાવ્યમાંથી હોય અથવા વધારે સંભવિત છે કે આ સુભાષિત સંગ્રહ માટેની જ એ નૂતન રચનાઓ હોય. પુપિકામાં આ કૃતિને “સુભાષિતાવલી” નામ અપાયું છે. પ્રથમ નવ કેના १. इति श्रीठक्कुरसोमेश्वरदेवविरचिता वर्णामृतप्रपासुभाषितावली संपूर्णा ॥ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy