SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ तस्माद् वः सर्वसिद्धिर्भवतु भगवतो भूरिमायाप्रपश्चः पश्चत्वं प्राप्य यस्मादगमदमरतां राक्षसः सोऽपि सम्यक् । किन्तु श्रीकान्तकान्ता हठहरणमहापातकात्तेन कामચામાન વધુનાથઃ વૈદિરે વતે છે (લેક ૯૨) જૈન સાહિત્યમાં રસ્તોત્ર ૨૨૪. સાહિત્યના વિવિધ પ્રકારોની જેમ ધાર્મિક ઊર્મિકવિતાના ક્ષેત્રમાં પણ જૈનોએ પ્રાચીન કાળથી જ બીજા સંપ્રદાયના કવિઓની સ્પર્ધામાં ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો છે. સંરકત તેમજ પ્રાકૃતમાં જુદા જુદા તીર્થકરો અને બીજા દેવનાં તેત્રો તથા તત્ત્વજ્ઞાન પ્રધાન અને આધ્યાત્મિક સ્તોત્રોની પણ મોટી સંખ્યા જૈન સાહિત્યમાં છે. કેટલાંક સ્તોત્ર ધાર્મિક વિધિવિધાનેની દષ્ટિએ રચાયેલાં છે, જ્યારે બીજાં કેટલાંક સારાં ઊર્મિકાવ્યો ગણાય એવાં છે; એમાં સૌથી જૂનું પાર્શ્વનાથની સ્તુતિ કરતું પાંચ કડીનું પ્રાકૃત “ઉવસગ્ગહરસ્તોત્ર” છે. એના કર્તા ભદ્રબાહુ ગણાય છે, જેઓ કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે, વીરનિર્વાણ પછી બીજી શતાબ્દીમાં થઈ ગયા. મુનિશ્રી પુણ્યવિજયજીના અભિપ્રાય મુજબ, કેટલાંક સૂત્રો ઉપર જેમણે નિર્યું. ક્તિઓ લખી છે તે જ આ ભદ્રબાહુ છે, છેદસૂત્રોના કર્તા ભદ્રબાહુથી તેઓ ભિન્ન છે, અને ઈસાની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં તેઓ થઈ ગયા (“મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રન્થ, પૃ. ૧૮૫-૨૦૧). જૈનેનાં બીજાં પ્રાચીન અને મહત્ત્વના સ્તોત્રોમાં માનતુંગકૃત ‘ભકતામરસ્તોત્ર, ૩ સિદ્ધસેન દિવાકરકૃત ‘કલ્યાણમન્દિરસ્તોત્રજ અને સમતભદ્રકૃતિ “રવયંભૂસ્તોત્રમ્પ - ૨. વિન્ટરનિલ્સ “ એ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, પુ. ૨, પૃ. ૪૩૧. સૂત્રકૃતાંગ સૂત્ર”માં “વીરસ્થય” (સં. “વીરસ્તવ”) નામે એક અધ્યયન છે, જે ખરું જોતાં મહાવીરનું એક સ્તોત્ર જ છે. 3. કેટલીક પટ્ટાવલિઓ અનુસાર, માનતુંગાચાર્ય ઈ. સ. ની ત્રીજી શતાબ્દીના પ્રારંભમાં થઈ ગયા. બીજી અનુકૃતિઓ અનુસાર, એમના સમય પાંચમી, સાતમા, આઠમી કે નવમી શતાબ્દીનો છે (વિન્ટરનિલ્સ, ઉપર્યુક્ત, પૃ. ૫૪૯). ૪. સિદ્ધસેન દિવાકરના સમય વિશે જ ખરો મતભેદ છે. કેટલાક વિદ્વાન એમને ખ્રિસ્તાબ્દની પ્રારંભની સદીઓમાં મૂકે છે, જ્યારે બીજા કેટલાક એમને ઠેઠ સાતમી સદી જેટલા મેડા થયેલા માને છે (એ જ, પૃ. ૪૭૭). “સન્મતિતર્કના સંપાદકે પં. સુખલાલજી અને પં. બેચરદાસજીનું વલણ સિદસેનને પાંચમા સૈકામાં મૂકવાનું છે (“સન્મતિ પ્રકરણું,’ પ્રસ્તાવના, પૃ. ૩પ-૪૩). મિસ શાર્કોટી ક્રાઉઝ (સુભદ્રાદેવી) સિદ્ધસેનને સમુદ્રગુપ્તના સમકાલીન ગણે છે (“વિકમ વૌધૂમ,” પૃ. ૨૧૩-૨૮૦). ૫. સમંતભદ્ર ઈ. સ. ને સાતમી સદીથી અર્વાચીન નથી. એમને સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy