SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફળે. ૨૨૩. તેત્રમાં પણ સામેશ્વરને એક ઊંચી કોટિના કવિ તરીકે જોઈ શકાય છે. હમણાં કહ્યું તેમ, “રામશતક' એ “સૂર્યશતક” અને “ચંડીશતકના નમૂના ઉપર રચાયું હોવા છતાં કોઈ પણ સ્થળે તેમાં આ પ્રાચીનતર કાવ્યોનું શાબ્દિક અનુકરણ સામેશ્વરે કર્યું નથી; આ કાવ્યની લોકપ્રિયતામાં કવિને પ્રેરણા મળી હતી એટલું જ એ વિશે કહી શકાય. ઉત્તરકાળમાં રચાયેલાં કેટલાંક સ્તોત્રોની કૃત્રિમ શિલીથી “રામશતક સદંતર મુક્ત છે-ઊલટું, “કીર્તિ કૌમુદી મહાકાવ્યની જેમ સેમેશ્વરની આ રચના પણ પ્રસાદગુણથી યુક્ત છે. આ પ્રકારની ઊર્મિકવિતામાં આવશ્યક ભકિતભાવ અને સહૃદયતાથી રામશતક' સાદંત ઓતપ્રોત છે. સ્ત્રગ્ધરાની આ કંડારેલી કડીઓ લાંબાં વૃત્ત ઉપર પણ કવિનું પ્રભુત્વ સિદ્ધ કરે છે, અને આ એક જ કાવ્ય સંસ્કૃત સાહિત્યમાં સેમેશ્વરને માનાસ્પદ સ્થાનને અધિકારી બનાવવાને બસ છે. “રામશતક”માંથી થોડાક નમૂના અહીં ઉદ્દત કરું છું. રામની બાલક્રીડાઓની સ્તુતિ કરતાં કવિ કહે છે– पर्यङके पङ्कजन्माङ्किततलविचलत्पाणिपादप्रवालः खेलन् बालः प्रमोदं प्रथयतु मिथिलानाथपुत्रीपतिर्वः । पित्रोः पोतप्रतीतिः समभवदुचिता पुंसि यस्मिन् पुराणे પર સંસારવાર્ન ઉદ પરમપરર્સ વિના નેતૃપા ! (શ્લેક ૨) પિતાની વૃત્તિ અનુસાર જુદી જુદી વ્યક્તિઓ રામનું કેવું દર્શન કરતી હતી એ કવિ એક સુન્દર લેકમાં વર્ણવે છે– पुण्यानां प्राक्तनानां फलमिति जनकेनान्तरात्मेति मात्रा साक्षादक्षीयमाणप्रणनिधिरिति भ्रातृभिश्च त्रिभिर्यः ।। नीतिमूर्ती(?)त्यमात्यैः परपुरुष इति ज्ञानिभिः ज्ञायमानः પ્રદં રામેળ દ્રઢથતુ નિતર રાઘવ સઃ શ્રિયં યઃ (શ્લેક ૬) રામ જ્યારે વનમાં પ્રવેશ્યા ત્યારે વનશ્રીએ એમનું કયું સ્વાગત કર્યું એ વર્ણવતાં કવિ કહે છે – सन्दोहे पादपानां विकिरति कुसुमस्तोममुच्चैः पिकानां गीतं नृत्यं श्रितासु व्रततिषु मरुता कीचकेषु ध्वनत्सु । संगीतं काननेन प्रथितमिव मुदा यत्र नाथे त्रयाणां लोकानामभ्युपेते स भवदवभयात् पातु पीताम्बरो वः ॥ (શ્લોક ૫૫) રામની માયા તે જુએ : રાવણ જીવતાં તે બંધુક્ષયરૂપી નરકની વેદના પા, પણ મરતાં સ્વર્ગમાં ગયે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy