SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૭૫ ર્થીઓને ઉપયોગી થાય એવી સરલ પદ્ધતિએ લખ્યું છે, કદાચ એ જ કારણથી નરચન્દ્રસૂરિકત આ ટિપ્પણની ઉપલબ્ધ હસ્તપ્રતેની સંખ્યા દેવપ્રભ અને જિનહર્ષકત૨૫ ટીકાઓની હસ્તપ્રત કરતાં ઘણી વધારે છે, જે બતાવે છે કે નરચન્દ્રનું ટિપ્પણ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડયું હતું તથા કપ્રિય થયું હતું. પ્રકરણ ૮ પ્રશસ્તિ પ્રશસ્તિને સાહિત્યપ્રકાર તથા તેને વિકાસ ૨૦૫. પ્રશસ્તિ એ સંસ્કૃત સાહિત્યના સૌથી રસપ્રદ પ્રકારેમાને એક છે, કેમકે અલંકૃત કાવ્યશૈલીએ રચાયા છતાં પ્રશસ્તિઓને સંબંધ ઐતિહાસિક વ્યક્તિઓ સાથે છે અને ઈતિહાસના લેખનમાં ઉપયોગી થાય એવી ઘણું સામગ્રી તેમાંથી પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ ગ્રન્થ અને ઉપનિષદોમાં ગાથા નારાશંસી” અથવા “મનુષ્યની પ્રશસ્તિરૂપ ગાથાઓને ઘણી વાર ઉલ્લેખ આવે છે. આ ગીતે “વેદની દાનતુતિઓ અને અથર્વવેદનાં કુન્તાપ સૂકતો સાથે સંબંધ ધરાવે છે; એક રીતે એઓને વીરકાવ્યોમાંના પ્રસંગેની પુરોગામી રચના ગણું શકાય, કેમકે એઓને વિષય યોદ્ધાઓ અને રાજકુમારોનાં કીર્તિગાનને છે. વિદ્વાનો માને છે કે આ ગાથાઓ એક જ વીર પુરુષ અથવા કોઈ એક મહાન ઘટના આસપાસ ગૂંથાયેલ સુદીર્ધ વીરકાવ્યરૂપે વિકસી. ૨૦૬. આગળ જતાં, પ્રશસ્તિઓ શિલાલેખોના રૂપમાં જોવા મળે છે; આના નોંધપાત્ર દાખલાઓ ગુપ્તયુગમાં છે. અલ્લાહાબાદના સ્તંભ ઉપર કોતરાયેલી, સમુદ્રગુપ્તની હરિણકૃત પ્રશસ્તિ (ઈ. સ. ૩૭૫-૩૯૦), સ્કન્દગુપ્તને ગિરનારને લેખ (ઈ. સ. ૪૫૬) અને મંદસોરના સૂર્યમંદિરની વત્સભકિત પ્રશસ્તિ (માલવ સં. પર૯ જે ડે. ખૂલરના મત પ્રમાણે ઈ. સ. ૪૭૩-૭૪ બરાબર છે) ખાસ ઉલ્લેખ માગી લે છે. રાજાઓના અથવા વસ્તુપાળની બાબતમાં બન્યું છે તેમ, કેટલીક વાર મંત્રીઓના આશ્રયે નીચે ઉત્સાહપૂર્વક ખેડાતી દરબારી કવિતાના આ તથા બીજા કેટલાક નમૂનાઓ છે. હિન્દુ રાજવટના દિવસો વીતી ગયા પછી ખાસ કરીને સ્થાપત્યના ૨૫. એજ, પૃ. ૭ ૧, વિન્ટરનિસ, એ હિસ્ટરી ઑફ ઇન્ડિયન લિટરેચર, પુ. ૧, પૃ. ૩૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy