SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૬૯ અને રાજાના હાથમાં ચમકતી તલવારનું વર્ણન शत्रूणां कालरात्रिर्मुगमदतिलकः प्राज्यसाम्राज्यलक्ष्म्याः . शाखा रोषद्रुमस्य प्रबलतरमहः खड्गिनः शृङ्गयष्टिः। स्फूर्जच्छौर्यप्रदीपाञ्जनमनणुयशःपुण्डरीकस्य नालं पाथोधिः पुष्कराणामसिरसितरुचिर्भाति देवस्य हस्ते ॥ (લેક કર ) નાટકને અંતે જ્યારે દેવ વજાયુધની મહત્તાની પ્રશંસા કરે છે ત્યારે રાજા સાદી પણ અર્થવાહક રીતે પોતાને નમ્રભાવ વ્યક્ત કરે છે– सन्जनाः परमस्तोकं स्तोकमप्यालपन्ति हि। વયઃ વયત્યય ક્ષેામથકૃતારH || (શ્લોક ૧૨૫) જયસિંહસૂરિકૃત “હમીરમદમન” ૨૦૦, જયસિંહરિકૃત ‘હમ્મીરમદમન' સમકાલીન ઐતિહાસિક ઘટનાને અનુલક્ષીને આપેલું નાટક હોઈ ખાસ નોંધપાત્ર છે. પૌરાણિક વસ્તુ લઈને રચાયેલાં નાટકોની તુલનાએ સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક નાટકે ઘણાં ઓછાં છે. વિશાખદત્તનાં બે નાટક-“મુદ્રારાક્ષસઅને “દેવીચન્દ્રગુપ્ત જાણીતાં છે; એમાંનું ‘દેવીચન્દ્રગુપ્ત’ લુપ્ત થઈ ગયેલું છે અને રામચન્દ્રકૃત “નાટયદર્પણ” અને ભોજકત “શંગારપ્રકાશમાં આપેલાં અવતરણો દ્વારા જ એ વિશે જાણવા મળ્યું છે. શાકંભરીના રાજા વીસલદેવ અથવા વિગ્રહરાજની પ્રશસ્તિરૂપે લખાયેલ સેમદેવકૃત ‘લલિતંવિગ્રહરાજ' નાટક (ઈ. સ. ૧૧૫૩ આસપાસ), ૧૯ વિદ્યાનાથે સ્વરચિત અલંકારગ્રન્થ ‘પ્રતાપરુદ્રયશેભૂષણમાં પોતાના આશ્રયદાતાની યશોગાનરૂપે તથા નાટકના ઉદાહરણ લેખે રજૂ કરેલ “પ્રતાપરુદ્રકલ્યાણ” (ઈ. સ. ૧૩૦૦ આસપાસ) તથા મદનકૃત ૨૦ “પારિજાતમંજરી' (ઈ. સ. ૧૨૩૧) આદિ ઐતિહાસિક નાટકે જાણવામાં છે. ગુજરાતમાં રચાયેલાં અને ભજવાયેલાં ઐતિહાસિક નાટક-બિલ્ડણકત “કર્ણ સુન્દરી” યશશ્ચન્દ્રકૃત ‘મુદ્રિતકુમદચન્દ્રપ્રકરણ,” યશપાલકૃત “મોહરાજપરાજય,” દેવચન્દ્રકૃત “ચન્દ્રલેખાવિજયપ્રકરણ,” ગંગાધરકૃત “ગંગદાસપ્રતાપવિલાસ' આદિ ઉલ્લેખ પહેલા પ્રકરણમાં કર્યો છે. આમાંનાં કેટલાંક ૧૦. કૃષ્ણમચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૬૪૩ ૨૦. હુડ્ઝ, ઇએ, પૃ. ૩૫, પૃ. ૨૩૬ થી આગળ. આ મદન ધારાને રાજપુરોહિત હતો, એટલે વરતુપાળના આશ્રિત કવિ મદનથી (પૅરા ૧૩૨) એ દેખીતી રીતે જ ભિન્ન છે. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy