SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ છે. કલહંસની બન્ને આંખો ફરકે છે તે ઉપરથી તે અનુમાન કરે છે કે એવી કોઈ ઘટના બનશે, જે રાજા માટે શરૂઆતમાં અનિષ્ટ લાગશે, પણ પાછળથી ઈષ્ટ જણાશે. બન્ને જણ રાજાના દર્શનાર્થે જાય છે; એ સમયે રાજા આગલા દિવસને ચતુર્દશીને પૌષધ પાળીને પૌષધશાળાના પટાંગણુમાં બેઠેલે છે. પછી રાજા અને તેના પ્રધાન પુરુષોત્તમ વચ્ચે સંવાદ ચાલે છે, રાજા અહિંસાપ્રધાન ધર્મ વિશેને પિતાને પ્રેમ વ્યક્ત કરે છે અને પિતાના જીવનનો આદર્શ નીચેના શ્લોકમાં રજૂ કરે છેઃ असारस्य शरीरस्य सारमेतद्गुणद्वयम् । તઃ શા િતિવિધાન કરે છે (લેક ૫૮ ) - રાજાના આ જીવનઆદર્શની આસપાસ નાટકનું વસ્તુગૂંફન થયું છે. નેપથ્યમાંથી મહાધ્વનિ સંભળાય છે અને એક ગભરાયેલું કપત અને તેને પીછો કરતા બાજ પ્રવેશે છે. કપોત રાજાનું શરણુ લે છે, પણ બાજ ઘણે ભૂખે હોઈ રાજા પાસે પિતાનું ભજ્ય માગે છે અને મૂછિત થઈ જાય છે. રાજા એને મોદક આપે છે, પણ પિતે માંસભક્ષક હોઈ એ માદક સ્વીકારતા નથી. પછી કપોતના વજન જેટલું માંસ પોતાના શરીરમાંથી બાજને આપવા માટે રાજા તૈયાર થાય છે, પણ એ કપત એટલું વજનદાર છે કે છેવટે રાજા પોતે જ ત્રાજવામાં બેસી જાય છે અને એ પક્ષીને માટે પિતાનું જીવન સમર્પે છે. પક્ષીઓના રૂપમાં રાજાની કટી કરવા આવેલા બે દેવો એ સમયે પ્રત્યક્ષ થાય છે, અને નાટકને સુખી અંત આવે છે. ૧૯૯, “મેહરાજપરાજય” (પેરા ૩૨), “પ્રબુદ્ધરહિણેય” (પેરા ૩૮) અને “ધર્માસ્યુદય” (પેરા ૧૯૬) જેમ આ “કરુણાવાયુધ” પણ જૈન ધર્મને ઉપદેશ માટે રચાયેલા અને ભજવાયેલા નાટકનું ઉદાહરણ છે, આથી એને મોટા ભાગ રાજા અને મંત્રી તથા રાજા અને બાજ વચ્ચેની ધાર્મિક ચર્ચાથી રોકાયેલ છે. વિદૂષકનાં સંભાષણો આમાં કેટલુંક હળવું તત્વ ઉમેરે છે, પણ એકંદરે આમાં ક્રિયાગ લગભગ નથી, અને શ્લેકે ગદભાગ કરતાં ઘણું વધારે છે. આ નાના નાટકમાં કુલ ૧૩૭ ગ્લૅકે છે. કેટલાક કે ખરેખર ધપાત્ર છે. વિદૂષક જ્યારે પરલેકના અસ્તિત્વ વિશે શંકા ઉઠાવે છે ત્યારે રાજા નીચેનું ઉદાહરણ આપી એને ચૂપ કરે છે– करस्थमप्येवममी कृषीबलाः क्षिपन्ति बीज पृथुपङ्कसङ्कटे । क्यस्य केनापि कथं विलोकितः समस्ति नास्तीत्यथवाफलोदयः॥ (શ્લેક પ૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy