SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ છે તથા શેકાતુર કૌશલ્યા અને સુમિત્રા અગ્નિપ્રવેશની તૈયારી કરે છે. બરાબર એ સમયે પુષ્પક વિમાનને પ્રવેશ થાય છે. એમાં બેઠેલા વિભીષણને રાવણને મિત્ર ધારીને ભરત એની તરફ બાણ તાકે છે, પરંતુ રાજગુરુ વિશિષ્ટ જેઓ બધી હકીકત જાણતા હોય છે તેઓ ભારતને અટકાવે છે અને કાપટિકનું કપટ ખુલ્લું પડે છે. મને મળેલી હસ્તપ્રતમાં નાટકને છેવટને ભાગ ત્રુટિત છે, પરંતુ અંતમાં આખા કુટુંબનું પુનર્મિલન તથા રામને અભિષેક આલેખાયાં હશે અને છેલ્લે રામના મુખમાં ભરતવાક્ય મુકાયું હશે એવી કલ્પના સહેજે થઈ શકે છે. એકમાત્ર પહેલા અંક સિવાય, પ્રત્યેક અંકના પ્રારંભમાં નાટકકાર સોમેશ્વરે પિતાના મિત્ર વસ્તુપાળની પ્રશંસા ને એકએક કાવ્યમય લેક મૂકેલે છે. ૧૯૦, આ સુદીર્ઘ નાટક ‘ઉલ્લાધરાધવ'ની રચના કર્તાએ મુરારિ કવિના સપ્તાંકી નાટક “અનર્ધરાઘવ” (ઈ. સ. ની ૯મી સદી પૂર્વે)ના નમૂના ઉપર કરી હોય એમ જણાય છે. જેમના નામને અંતે “રાઘવ' શબ્દ આવે છે એવાં રામચરિતવિષયક નાટકની એક શ્રેણી સંસ્કૃત સાહિત્યમાં જોવામાં આવે છે. માયુરાજનું “ઉદાત્તરાઘવ” નાટક નાશ પામી ગયું છે અને એ પર સાહિત્યિક ઉલ્લેખોથી વધારે કંઈ આપણે જાણતા નથી. મુરારિકૃત ‘અનર્ધરાઘવ સાથેના આ નાટકના સંબંધ વિશે પણ નિશ્ચિતપણે કંઈ કહી શકાય એમ નથી; એને કર્તા મુરારિની પહેલાં અથવા પછી પણ થયે હાય. મુરારિનું અનુકરણ “પ્રસન્નરાધવના કર્તા જયદેવે (ઈ. સ. ૧૨૦૦ આસપાસ) કર્યું જણાય છે." રામચરિતવિષયક એ પણ સપ્તાંકી નાટક છે. મુર રિનું અનરાઘવ” એક કાળે સંસ્કૃત સાહિત્યમાં બહુ કપ્રિય હતું; પ્રાચીન સુભાષિત સંગ્રહમાં મુરારિની ખૂબ પ્રશંસા કરેલી છે અને એના નાટક ઉપર સંખ્યાબંધ ટીકાઓ રચાયેલી મળે છે. મધ્યકાલીન ગુજરાતમાં પણ આ નાટક વિચારપૂર્વક વંચાતું હતું અને તેને અભ્યાસ થતો હતો, અને નરચન્દ્રસૂરિ તથા તેમના ગુરુ દેવપ્રભસૂરિએજેઓ બન્ને વસ્તુપાળના સમકાલીન હતા–-તે ઉપર ટીકાઓ રચેલી છે. પંદરમા સૈકામાં ૪. કીથ, સંસ્કૃત ડ્રામા, પૃ. ૨૨૩ થી આગળ ૫. એ જ, પૃ. ૨૨૬. જેને સમય નિશ્ચિત થઈ શકે નથી એ ભાસ્કર કવિકૃત “ઉમત્તરાઘવ” જે કે એકાંકી નાટક છે, પણ નિદાન તેના નામમાં તો અનર્ધરાઘવ” જેવા નાટકની અસર જણાય છે. છે. કૃષ્ણમચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૬૩૮-૩૯ ૭. પાભંસૂ, પૃ. ૩૦૧; જિરકે, પૃ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy