SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 3 સંસ્કૃત સાહિત્યમાં ફળ ૧૧ થયેલા જિનહ એ નાટક ઉપર ત્રીજી ટીકા લખી છે. આ બધું જોતાં સેમેશ્વરની કૃતિ ઉપર પણ એની અસર પડી હોય તે એમાં કશું આશ્ચર્ય નથી. જેવી રીતે “ઉલ્લાઘરાઘવ ”ને આ યે એ અંક કનકચૂડ અને અને કુમુદાંગ એ બે ગંધર્વોના સંવાદથી રોકાયેલ છે તેમ “અનરાઘવ. ” ના છઠ્ઠા અંકને ઉત્તરાર્ધ રત્નચૂડ અને હેમાંગદ નામે ગંધના સંવાદથી રોકાય છે. બન્ને નાટકમાં આ સંવાદોને હેતુ એક જ છે, અને તે બની ગયેલી ઘટનાઓની પ્રેક્ષકોને માહિતી આપવાને. માલ્યવાન, શક અને સારણના સંવાદો બને નાટકોમાં છઠ્ઠા અંકમાં લગભગ સમાન સ્થળેએ છે. “ઉલ્લાધરાઘવ 'ના આઠમા અંકને શ્લેક ૨૯-૩૦ એ “અનર્ધરાઘવ 'ના સાતમા અંકના લેક ૯૭-૯૮ નું અનુકરણ છે; “ઉલ્લાઘરાધવ 'ને આખેએ આઠમે અંક “અનરાધવ ' ના સાતમા અંકથી પ્રેરિત થયો જણાય છે; જે કે અહીં એમ કહેવાનું મન થાય છે કે રામનું અયોધ્યાગમન વર્ણવતા “રઘુવંશ'ના તેરમા સર્ગના અંશે તથા રાજશેખરફત “બાલરામાયણ' (ઈ. સ. ૯૦૦ આસપાસ) ને દશમે અંક પણ કવિએ જે હોવો જોઈએ. ૧૯૧. “ઉલ્લાધરાધવ” ઉપર “અભિજ્ઞાનશાકુન્તલ' ની પણ કેટલીક અસર છે. મિથિલાથી સીતા અધ્યા જાય છે અને પિતાની પ્રિય પુત્રીના વિયેગથી જનક દુઃખી થાય છે એ નિરૂપતાં દૃશ્યો કાલિદાસના મહાન નાટકના ચોથા અંકમાંનાં શકુન્તલાની વિદાયનાં દશ્યોની યાદ આપે છે. સોમેશ્વરે જ્યારે લખ્યું – नवपरिणीता दहिता गच्छन्ती पतिगृहाय बन्धूनाम् । परमार्थवेदिनामपि वैक्लव्यं विरचयत्येव ॥ (૧–૧૦). ત્યારે કષ્યના મુખમાં મુકાયેલે કાલિદાસને નીચેને શ્લોકાર્ધ તેના મનમાં હોવો જોઈએ वैकव्यं मम तावदीदृशमहो स्नेहादरण्यौकसः पीड यन्ते गृहिणः कथं न तनयाविश्लेषदुःखर्नवैः ।। (४-५) અને સીતાને ઉપદેશ આપતાં શતાનંદના મુખમાં સેમેશ્વરે મૂક્લોशुश्रूषा श्वशुरे ननान्दृषु नतिः श्वश्रूषु यांजलि(बद्धाञ्जलिः ?) पत्यौ तत्परता सुनर्म च वचस्तन्मित्रवर्गे शुचौ। ૮. પાભિંસૂ, પ્રસ્તાવના, ૫. પર ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy