SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ થવાને હોઈ જનક શોકાતુર થયા છે. રામ, લક્ષ્મણ અને સીતા સાથે દશરથ રાજા જનકની વિદાય લે છે. થોડી વાર પછી કંચુકી હરિદત પ્રવેશે છે, અને માર્ગમાં મળેલા પરશુરામને રામે કેવી રીતે શત્ન કર્યા એની વાત કરે છે. રામના આ પરાક્રમના સમાચાર આપવા માટે રાજા જનક અંતઃપુરમાં જાય છે. બીજા અંકની પહેલાં આવતા વિકૅભકમાં બે અનુચરોના સંવાદમાંથી જાણવા મળે છે કે દશરથ રાજાએ રામને રાજ્યાભિષેક કરવાનો નિર્ચ કર્યો છે અને એ માટે પિતાના પુરોહિત વશિષ્ઠને તેડાવ્યા છે. રામ અને સીતા ઉદ્યાનમાં વિહરે છે તથા પ્રકૃતિનું સન્દર્ય માણે છે. એ સમયે દશરથ રામને બોલાવે છે અને રાજ્યને ભાર વહન કરવાને તૈયાર રહેવા કહે છે. સાંજનો સમય થયો છે અને સંધ્યાકાળનું વર્ણન કરતા વૈતાલિકાના શ્લોકો નેપથ્યમાંથી સંભળાય છે. કંચુકી આવીને દશરથને કહે છે કે રાણી કેયી એમને પોતાના મહલે તેડાવે છે. ત્રીજા અંકમાં બે દાસીઓના સંવાદમાંથી સમજાય છે કે કેયીએ દશરથ પાસેથી બે વરદાન મેળવવા નિર્ણય કર્યો છે; એક છે રામને વનવાસ અને બીજું છે ભરતને રાજ્યાભિષેક. આ પછી નગરમાં થઈ રહેલે આનંદોત્સવ નિહાળતા રામ સવારીમાં નીકળે છે, પરંતુ કૈકેયીના મહેલે આવતાં તેઓ તથા સુમંત્ર રાષ્ટ્ર કેકેયીની નિષ્ફળ સમજાવટ કરવા મથતા વૃદ્ધ રાજાનું કરુણ દૃશ્ય જુએ છે. રામને જોતાં જ દશરથ મૂછ પામે છે. એ સમયે કૌશલ્યા, સુમિત્રા અને સીતા પ્રવેશે છે અને બનાવોએ અણધાર્યો પલટો લીધે જાણીને સ્તબ્ધ થઈ જાય છે. કોપાયમાન લમણ ધનુષ ચડાવીને પ્રવેશે છે અને રામને દેશવટો દેવા ઈચ્છનારને યુદ્ધ માટે આહવાન કરે છે. પરંતુ રામ અને શાન્ત કરે છે, સર્વની વિદાય લઈ વનમાં જાય છે, અને આખા રાજ્યમાં શોક પ્રવર્તી રહે છે. ૧૮૮, ચા અંક રામને દેશવટા પછી બનેલા બનાવો વર્ણવે છે. કમદાવાદ અને કનકચૂડ નામે બે ગંધર્વોનો આકાશમાર્ગ પ્રવાસ અને તેમના સંવાદથી આખાયે અંક રોકાયેલું છે. એમાંથી જાણવા મળે છે કે દશરથ રાજા મરણ પામ્યા છે; ભરત રામને પાછા લેવા માટે એમની પાછળ ચિત્રકુટ જાય છે, પરંતુ રામ એને સમજાવીને પ્રજાના રક્ષણ માટે અયોધ્યા પાછો મોકલે છે; વિરાધ રાક્ષસને રામે વધ કર્યો છે. અને અંતમાં તેઓ દક્ષિણ દિશામાં જવાની ઈચ્છા વ્યકત કરે છે. પાંચમાં અંકની પહેલાં વિષ્કભક છે. એમાં મારીચની ઉક્તિઓમાંથી જણાય છે કે સૂર્પણખાનાં નાકકાન લમણે કાપી નાખ્યાં છે, જનસ્થાનમાં રહેતા રાક્ષસનો વધ થયો છે, અને હવે સીતાનું હરણ કરવા માટે રાવણુ મારીચની સહાય લેવા માગે છે. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy