SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત નાટકનાં લક્ષણે | [ ૧૫૭ તેમજ અભિયપ્રગ એ બન્ને વિષમાં નાટકનું ખેડાણ રાજદરબારેમાં તેમજ સમાજના ધનિક વર્ગના આશ્રય નીચે ચાલુ રહ્યું હતું. આ પુસ્તકના પહેલા પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ચૌલુક્યયુગીન ગુજરાતમાં સંખ્યાબંધ સંસ્કૃત નાટક રચાયાં અને ભજવાયાં હતાં, એટલું જ નહિ, પણ આચાર્ય હેમચન્દ્ર પિતાને “કાવ્યાનુશાસન'ના આઠમા અધ્યાયમાં નાટક વિશે લખ્યું છે તથા એમના વિદ્વાન શિષ્ય રામચન્દ્ર જે પિતે નાટકકાર પણ હતા તેમણે “નાટયદર્પણ” નામે નાટયશાસ્ત્રને વિસ્તૃત ગ્રન્થ રચ્યો છે. વસ્તુપાળના રાજ્યમાં અર્થાત ઉત્તર ચૌલુક્યયુગમાં પણ આ પરંપરા ચાલુ રહી હતી અને વસ્તુપાળના સાહિત્યમંડળના કવિઓએ રચેલાં પાંચ નાટેકા વિશે જાણવા મળે છે. એમાંનું એક નરેદ્રપ્રભસૂરિકૃત “કાકુલ્થકેલિ” ઉપલબ્ધ નથી; બાકીનાં ચાર નાટકોની સમાલોચના અહીં કરીશું. સેમેશ્વરકૃત ‘ઉલ્લાઘરાઘવ' ૧૮૬. સૌ પહેલાં આપણે સામેશ્વરકૃત ‘ઉલ્લાઘરાવી લઈએ. આઠ અંકના આ નાટકમાં રામાયણની કથાનું નાટકરૂપે નિરૂપણ છે. આ વિરલ નાટકની એક માત્ર ઉપલબ્ધ હસ્તપ્રત પૂનાના ભાંડારકર ઈન્સ્ટિટયૂટમાં રાખવામાં આવેલા મુંબઈ સરકારના હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં (૧૮૮૪-૮૬ ને નં. ૩૪૩) જળવાયેલી છે, અને એમાંથી પણ અગિયાર પત્ર (૧-૫, ૧૮, ૩૯, ૪૦, ૭૧, ૩ અને ૮૭) ખોવાઈ ગયેલાં છે; આથી આ નાટકની ઐતિહાસિક દષ્ટિએ અગત્યની પ્રસ્તાવને એ હસ્તપ્રતમાં મળતી નથી; પણ સ્વ. તનસુખરામ ત્રિપાઠીએ તૈયાર કરેલી આ નાટકની નકલમાંથી તે મને મળી હતી. શ્રી. ત્રિપાઠીએ પ્રસ્તુત હરતપ્રતની નકલ તૈયાર કરી હતી, પણ પ્રારંભના ખૂટતા ભાગની પૃતિ તેમણે બીજી કોઈ હરતપ્રતને આધારે કરી હતી, જે ફાર્બસ ગુજરાતી સભાને સંપાયેલા એમના હસ્તપ્રતસંગ્રહમાં નથી. પૂનાની હસ્તપ્રતના છેલ્લા પત્ર ઉપર જુદા હસ્તાક્ષરમાં નોંધ્યું છે તે પ્રમાણે, “ઉઘાઘરાધવે” નાટકનું પ્રસ્થાચ ૨૧૦૦ શ્લોકપ્રમાણ છે. ૧૮૭. ‘ઉલ્લાઘરાઘવને શબ્દાર્થ થાય છે “ઉલ્લાસયુકત રામ.” એને સાર આપણે જોઈએ. રામ-સીતાનાં લગ્ન થઈ ગયાં છે અને સીતાને અયોધ્યા મેકલવાની તૈયારી થાય છે ત્યાંથી નાટકને પ્રારંભ થાય છે. પહેલા અંકમાં નાન્દી પછી જનકરાજાના પુરોહિત શતાનંદ કહે છે કે પુત્રીને હવે વિયોગ . “ઉઘરાઘવની પ્રસ્તાવનામાંથી શ તનસુખરામ ત્રિપાઠીએ શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલને આપેલાં કેટલાંક અવતરણ માટે જુઓ વસત, પૃ. ૧૪, પૃ. ૧૯૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy