SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૪૧ दूत रे वणिगहं रणहट्टे वितोऽसितुलया कलयामि । मौलिभाण्डपटलानि रिपूणां स्वर्गवेतनमथो वितरामि || ( ૪–૪૨ અને ૪૩ ) એક મનેહર ઉપેક્ષા-~ यौवनं चलमुपैति नो गतं विग्रहैरलमुपास्यतां प्रियः । इत्यवोचदिव झकृतैर्वधूपादयोरभिनिपत्य नूपुरः ।। ( ४-४५ ) સામનાથ પાટણ પાસે સાગર અને સરરવતીના સંગમનું વન— सरस्वतीवारिधिवीचिहस्तसञ्चारितैर्यस्य पुरः पुरस्य । परस्पराश्लेषविभेदवद्भिश्चामर्यमाचर्यत फेनकूटैः || तीरस्फुटन्नीर कदम्बकेन बहिः सदा गर्जति यत्र वाद्ध । वृथैव सोमेश पिनाकिनोऽग्रे त्रिधूपवेलापटहप्रपञ्चः || (૧૧-૩૩ અને ૩૪) ઉદયપ્રભસૂરિષ્કૃત ધર્માભ્યુદય' અથવા ‘ સ`ઘપતિચરિત ’ 6 " ૧૬૨, ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ધર્માભ્યુદય ’ અથવા સંઘપતિચરિત ' એ ખીજુ એક એવું કાવ્ય છે જેમાં વસ્તુપાળના જીવનના સંબધ આવે છે. ઐતિહાસિક મહાકાવ્યાની સમાલાચનામાં આ કાવ્યને છેલ્લું લીધું છે, કેમકે એના એ જ સર્ગા-પહેલા અને છેલ્લા—ઐતિહાસિક કહી શકાય એવી હકીકત છે, જ્યારે બાકીના સર્ગામાં માત્ર જૈન ધર્મકથાઓ છે. ધર્માભ્યુદય 'માં ૧૫ સર્ગ છે, અને પ્રત્યેક સને અંતે વસ્તુપાળની પ્રશ'સાના કેટલાક શ્લોકા મૂકવામાં આવ્યા છે. આખાએ કાવ્યનું ગ્રન્થાત્ર ૩૦૪૧ શ્લાકનું છે. 6 ૧૬૩, જિનને નમસ્કાર કરીને પહેલા સના પ્રારંભ કર્તા કરે છે અને પછી મહાવીરના ગણધર ગૌતમરવામીના નાનાદિની તથા હરિભદ્ર, સિદ્ધસેન દિવાકર, હેમચન્દ્ર, નરચન્દ્ર અને વિજયસેનની પ્રશંસા કરે છે; સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના બનેલા ચતુર્વિધ સંધની મહત્તાની વાત કરે છે અને વસ્તુપાળની મહત્તાની સ્તુતિ કરે છે. આ પછી કવિએ એક શ્લોક (૧–૧૭)માં કૃતિનું નામઆપ્યું છે તથા પ્રાચીન કાળથી માંડી વિજયસેનસૂરિ સુધીની પાતાની ગુરુ પરંપરા આપી છે (૧-૧૮ થી ૨૫). પછી વસ્તુપાળ ધર્મોપદેશ સાંભળવા માટે વિજયસેનસૂરિ પાસે જાય છે. એ વવ્યું છે. ગુરુ અને ત્રણ પ્રકારના પ્રભાવનાધ વિશે-અજ઼ાહ્નિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy