SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૩ બાલચન્દ્રને સન્તવિલાસ'ના અંતિમ સમાં આ રૂપક આપવાની પ્રેરણા મળી હાય એ સંભવિત છે. ૧૬૦. અપરાજિત કવિએ બાલચન્દ્રને ‘ વિદર્ભ રીતિગુણવાન ' તરીકે વર્ણવ્યા છે અને એમની કાવ્યશક્તિનાં ઘણાં વખાણ કર્યા છે. (જુએ પૈરા ૧૨૩ પહેલાં ટાંકલા શ્લોક. ). વિના સંકેાચે કહી શકાય કે આ પ્રશંસા અસ્થાને નથી, કેમકે પૂર્વે સામેશ્વર અને અમરસિંહ જેવા ખે કવિઓએ વસ્તુપાળના જીવનને મહાકાવ્યને વિષય બનાવ્યા છતાં એ જ વસ્તુ લઈ ને ત્રીજા મહાકાવ્યની રચના બાલચન્દ્ર સફળ રીતે કરે છે. એની ભાષામાં વિશિષ્ટ કવિતાના આવેશ છે, જે એની રચનાને એક આગવું વ્યક્તિત્વ અર્પે છે. એનાં વર્ણના સામાન્ય રીતે લાંબાં અને અલંકારપ્રચુર હાવા છતાં આકર્ષક અને મનેાહર કલ્પનાઓથી સભર છે. કવિને યાનિદ્રામાં પ્રત્યક્ષ થતી સરસ્વતીનું વર્ણન (૧-૫૮ થી ૭ ); અહિલવાડનું વર્ણન (૨), જેમાં વાસ્તવ અને કલ્પનાનું સુભગ સંમિશ્રણ જોવા મળે છે; ખંભાતના બંદરનું ટ્રે પણ સચાટ વર્ણન (૩-૧૭ થી ૨૩ ); શંખ સાથેના યુદ્ધનું વર્ણન, જેમાં ભાગ લેનાર મુખ્ય યાદ્દાઓનાં નામને પણ ઉલ્લેખ મળે છે (૫);–એવાં કેટલાંક ઉદાહરણ રજૂ કરી શકાય. ૧૬૧, મંત્રી તરીકે નિયુક્તિ થવા પ્રસંગે વસ્તુપાળના મુખમાં મુકાચેલા બ્લેક લેષનું સુન્દર ઉદાહરણ છે— अत्यर्थमथमुपढौकितमाद्रियन्ते तं च प्रभूतगुणितं पुनरर्पयन्ति । न्यस्ताः पदे समुचिते गमिताश्च मैत्रीं शब्दाः कवेरिव नृपस्य नियोगिनः स्युः || અને રાજાને ઉદ્દેશીને વસ્તુપાળે કહેલા નીચેના શ્લોક ‘કાર્તિકૌમુદી’ (૩-૭૭)ના લગભગ એ જ આશયના ક્ષેાકનું સ્મરણ કરાવે છે— न्यायं यदि स्पृशसि लोभमपाकरोषि कर्णेजपानपधिनोषि शमं तनोषि । सुस्वामिनस्तव धृतः शिरसा निदेशस्तन्नूनमेष मयकाऽपरथाऽस्तु भद्रम् || ( ૩૧૮૦ ) વસ્તુપાળને શંખની સેવામાં જોડાવા સૂચનાને સંદેશે લાવનાર દૂતને વસ્તુપાળે આપેલા જડબાતોડ જવાબ—— क्षत्रियाः समरकेलिरहस्यं जानते न वणिजो भ्रम एषः । अम्बst वणिगपि प्रधने किं मल्लिकार्जुननृपं न जधान || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy