SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૩૯ કરે છે એમાં કશું આશ્ચર્ય નથી. વળી નવમા સને અંતે આવતાં જ વૈતાલિકાનાં સ્તુતિકાની તુલના સંસ્કૃત સાહિત્યમાંનાં આ પ્રકારનાં નિદાન બે વણને એક “રઘુવંશ' (૫-૬૫ થી ૭૬ )નું અને બીજું નૈષધીયચરિત' (૧૯)માંનું—સાથે થઈ શકે, જેમાં અનુક્રમે અજ અને નલને નિદ્રામાંથી જગાડવા સાથે વૈતાલિકે સૂર્યોદયનું પણ વિસ્તારથી વર્ણન કરે છે. કૃષ્ણને નિદ્રામાંથી જગાડતા વૈતાલિકાનાં, “શિશુપાલવધ' (૧૧)માંનાં તુતિકાવ્યોની તુલના પણ કરી શકાય. - ૧૫૯. દસથી તેર સુધીના સર્ગોમાં વસ્તુપાળની યાત્રાનું વર્ણન છે, જે “કીતિકૌમુદી અને “સુકૃતસંકીર્તન'માંના વર્ણનથી હકીકતમાં ખાસ જુદું પડતું નથી. ચૌદમા સર્ગમાં કવિ કહે છે કે જુદાં જુદાં ગ્રામ નગરમાં અને પહાડો ઉપર વસ્તુપાળે બંધાવેલાં ધર્મસ્થાનોની સંખ્યા એટલી મોટી છે કે આકાશમાંના તારાઓની જેમ એની ગણના થઈ શકે એમ નથી. (૧૪-૯ અને ૧૦). પછી વસ્તુપાળનું અવસાન વર્ણવતું એક રૂપક આવે છે, અને અન્યત્ર તે અનુપલબ્ધ હોઈ ખાસ નંધપાત્ર છે-“એક વાર ધર્મની દૂતી જરાએ વસ્તુપાળ પાસે આવીને કહ્યું કે ધર્મની પુત્રી સદ્ગતિ તમને મળવા માટે ઉત્સુક છે. સદ્ગતિનાં માતાપિતાએ પણ એનું લગ્ન તમારી સાથે કરવાનું નક્કી કર્યું છે. સદ્ગતિ વિશેના વિચારોમાં મગ્ન થતાં વસ્તુપાળને એની પૃહાન જવર થયો અને તેણે એની સાથે લગ્ન કરવા માટે શત્રુંજય ઉપર જવાનું ઠરાવ્યું. એના સેવક આયુબધે આ નિર્ણયના સમાચાર ધર્મને આપ્યા. ધર્મ આથી પ્રસન્ન થયો, અને લગ્નને દિવસ નક્કી કરીને તેણે પોતાને દૂત સબોધને વસ્તુપાળ પાસે મોકલ્યો. સબંધે વસ્તુપાળને કહ્યું કે સદ્ગતિ સાથે લગ્ન માટે ૧૨૯૬ ને માઘ સુદિ પાંચમ ને રવિવારના દિવસે સવારે શત્રુંજય ઉપર પધારવા ધમે તમને નિમંત્રણ પાઠવ્યું છે.” એ પછી વસ્તુપાળે પોતાના પુત્ર જસિંહ, પત્ની લલિતાદેવી અને ભાઈ તેજપાળને બોલાવ્યા અને એમને આવશ્યક સૂચનાઓ આપી, રાજાની અનુજ્ઞા લઈને એ શત્રુંજય તરફ નીકળ્યો. પર્વત ઉપર તેણે આરહણ કર્યું. લગ્નના દિવસે આદિનાથનું મન્દિર પુષ્કળ શણગારવામાં આવ્યું હતું. ધમે પિતાની પુત્રી સદ્ગતિ વસ્તુપાળને આદિનાથ સમક્ષ લગ્નમાં આપી અને પછી એને સ્વર્ગમાં લઈ ગયો, જ્યાં ઈન્ડે પ્રેમપૂર્વક અને સત્કાર કર્યો.”૧૬ રાજા વિવેકચન્દ્રની પુત્રી કૃપાસન્દરી સાથે કુમારપાળનું લગ્ન વર્ણવતા, યશઃ પાલકૃત નાટક “મેહરાજપરાજય'માંની રૂપકગ્રન્થિ (પેરા ૩૨) ઉપરથી ૧૬. દલાલ, “વસન્તવિલાસ', પ્રસ્તાવના પૃ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy