SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૧૧૩ रस-वक्त्र-ग्रहाधीशवत्सरे मासि माधवे । काव्ये काव्यप्रकाशस्य संकेतोऽयं समर्थितः ॥१७७ આમાંના વકત્ર શબ્દને અર્થ સામાન્ય રીતે ‘એક’ થાય, અને એથી વિદ્વાનોએ રસ-વર-જૂદાધીશને અર્થ સંવત “૧૨૧૬ નું વર્ષ” એ કર્યો છે. પરંતુ આ સામે કેટલીક એવી નક્કર ઐતિહાસિક હકીકતો છે, જે વવજને અર્થ ‘એક’ નહિ, પણ “” (કાર્તિકેયનાં મુખ) અથવા ચાર' (બ્રહ્માનાં મુખ) કરવા પ્રેરે છે, અને પરિણામે ઉપર્યુક્ત શબ્દાંક સં. ૧૨૬૬ અથવા સં. ૧૨૪૬ તરીકે વાંચી શકાય. (૧) સૌ પહેલું તે, માણિક્યચન્ટે પિતાનું “પાર્શ્વનાથચરિત” ઈ. સ. ૧૨૨૦ (સં. ૧૨૭૬) માં દેવ૫ક અથવા દીવમાં રચ્યું છે. એમાં રચનાવર્ષ એમણે આમ જણાવ્યું છે ૬ ૭ ૧૨ रसर्षिरविसंख्यायां समायां दीपपर्वणि । समर्थितमिदं वेलाकूले श्रीदेवकृपके ॥१७८ હવે, કર્તાએ પોતાની પરિપકવ વિદ્વત્તાના ફળરૂપ “સંકેત ની રચના ઈ. સ. ૧૧૬૦માં કરી હોય તે, સાઠ વર્ષ પછી ઈ. સ. ૧૨૨૦ માં તે વિદ્યમાન હોય તો પણ પાંચ હજાર કરતાં વધુ લેકનું આ મહાકાવ્ય તે રચી શકે એમ માનવું મુશ્કેલ છે. અને વસ્ત્રને અર્થ “છ” (કાર્તિકેયનાં મુખ) અથવા “ચાર” (બ્રહ્માનાં મુખ) કરીને સંતની રચના સં. ૧૨૬૬ (ઇ. સ. ૧૨૧૦) માં અથવા સં. ૧૨૪૬ (ઈ. સ. ૧૧૯૦) માં થઈ હોય એમ માનવું વધારે સમુચિત થઈ પડશે. આ અર્થને કેટલાક જૂના ગ્રન્થના ઉલ્લેખથી પુષ્ટિ મળે છે. ૧૭૯ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યના સંખ્યાબંધ ગ્રન્થોની પુષ્પિકાઓમાં પ્રયોજિત આ પ્રકારના શબ્દાંકને ઊંડો અભ્યાસ કરનાર શ્રી. ૧૭૭. પાભંસૂ, પૃ. ૫૪ ૧૭૮. પિટર્સન, રિપૅર્ટ ૩, પૃ. ૧૫૭ ૧૭૦. (૧) તુ નીયો રો ફેરી ટૂથ% ઘટ વરમ્ कुमारवदनं वर्ण शिलीमुखपदानि च ॥ –મહાવીરાચાર્યને “ગણિતસાર' (२) रसदर्शनर्तुतर्काः गुहवक्त्राणि षट् तथा । –શબ્દાંકને લગતું એક પ્રાચીન તાડપત્રીય પાનું (શ્રી. નાહટાના તા. ૧૫ મી મે ૧૯૪૮ ના પત્રમાંથી) આ ઉપરાંત જુઓ રણવાવઝોળ: ત્રિશિરોને ત્રાતાળ કુળતઃ | दर्शनगुहमुखभूखंडचक्राणि स्युरिह षट्संख्या ॥ -કાલ મૃ. ૧૪૫ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy