SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ આવી અને લેખવાળે પથ્થર નાશ પામ્યો, પણ એ ઉપરથી થયેલી હસ્તપ્રતરૂપે પ્રશસ્તિ જળવાઈ રહી છે. પ્રશસ્તિને ચક્કસ રચનાકાળ નક્કી થઈ શકે એમ નથી. ૧૨૭. ભાસર્વજ્ઞના “ન્યાયસાર” ઉપર “ન્યાયતાત્પર્યદીપિકા' ટીકા તથા “કુમારપાલચરિત” મહાકાવ્ય (ઈ. સ. ૧૩૬ ૬)ના રચનાર કૃષ્ણગચ્છના જયસિંહસૂરિથી તેમજ ઈ. સ. ૮૫૯ માં “ધર્મોપદેશમાલા” લખનાર કૃષ્ણશિષ્ય સિંહસરિથી (પેરા ૩૦૪) આપણું જયસિંહસૂરિ ભિન્ન છે. (૧૫) માણિક્યચન્દ્ર ૧૨૮. માણિક્યચન્દ્ર રાજગચ્છના જૈન સાધુ હતા અને નેમિચન્દ્રસૂરિના શિષ્ય સાગરચન્દ્રના શિષ્ય હતા.૧૭૩ મમ્મટના “કાવ્યપ્રકાશ” (ઈ.સ. ૧૧૦૦ આસપાસ) ઉપરની સૌથી જૂની અને પ્રમાણભૂત ટીકાઓમાંની એક સંત” નામની સુપ્રસિદ્ધ ટીકા, તેમણે રચેલી છે; “કાવ્યપ્રકાશ”ની ગુજરાતમાં રચાયેલી બીજી એક જૂની ટીકા તે રાજા સારંગદેવ વાઘેલાના મહામાત્યના પુરોહિત અને ભારદ્વાજના પુત્ર જયંતભટ્ટની “દીપિકા ” (ઈ. સ. ૧૨૯૪) છે.૧૭૪ “શાન્તિનાથચરિત્ર” અને “પાર્શ્વનાથ ચરિત્ર” નામનાં બે મહાકાવ્યો પણ માણિક્યચન્દ્ર રહ્યાં છે.૧૭૫ સંકેત ને રચનાકાલ ૧૨૯ “સંકેત ની રચના ઈ. સ. ૧૧૬૦ (સં. ૧૨૧૬)માં થઈ હોવાનું વિદ્વાને સામાન્ય રીતે માને છે. ૧૭૬ માણિક્યચન્ટે પોતે એ કૃતિને અને રચનાવર્ષને ઉલ્લેખ નીચે પ્રમાણે કર્યો છે– ૧૭૩. માણિક્યચન્દ્રની ગુરુપરંપરા માટે જુઓ પિટર્સન, રિર્ટ ૩, પૃ. ૫૭ થી આગળ; વળી પાભંસૂ , પૃ. ૫૩-૫૪. ૧૭૪. દે, “સંત પેટિસ,’ પુ. ૧, પૃ. ૧૭૧-૭૨ ૧૭૫. જિરકે, પૃ. ૨૪૪ અને ૩૭૯ ૧૭૬. કાણે, “સાહિત્યદર્પણ” પ્રસ્તાવના પૃ. ૧૦૬; દે, ઉપર્યુક્ત, પૃ. ૧૬૭; કૃષ્ણમાચારિયર, કલાસંલિ, પૃ. ૧૯૮; આચાર્ય ધ્રુવ, “દિગ્દર્શન', પૃ. ૨૨. મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અલ્પે કરે “સંકેત ”ના પિતાના સંપાદનની પ્રસ્તાવનામાં આ વર્ષ આપ્યું છે, પણ એને ઉલ્લેખ કરતો પ્રસ્તુત મૂળ શ્લેક જે હસ્તપ્રતોમાં મળે છે તે એમની વાચનામાં નથી. સંકેત ”ની ગ્રન્થપ્રશસ્તિ એમણે પોતાની વાચનામાં લીધી નથી એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy