SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૧૧૧ વળી રત્નશ્રી નામે સાધ્વીના તેઓ ધર્મપુત્ર હતા. એ જ ગચ્છના પ્રદ્યુમ્નસૂરિ જેઓ બાલચન્દ્રને મોટા ભાઈ ગણતા હતા તેમણે આ ટીકાઓ લખવામાં એમને સહાય કરી હતી.૧૧૮ “ગણધરાવલી” નામે એક ગ્રન્થ બાલચન્દ્ર ર હતો; એના નામ ઉપરથી અનુમાન થાય છે કે એમાં જન આચાર્યોની પટ્ટાવલી આપી હશે. પોતાની આ કૃતિને ઉલ્લેખ તેણે વિવેકમંજરી' ટીકામાં કર્યો છે,૧૨૯ પણ એ કૃતિ હજી ઉપલબ્ધ થઈ નથી. (૧૫) સિંહસૂરિ હમ્મીરમદમન” અને “વસ્તુપાલપ્રશસ્તિ' ૧૨૬, જયસિંહસૂરિ એ વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિસુવ્રતચિત્યના અધિષ્ઠાયક હતા. ગુજરાત ઉપર થયેલું એક મુસ્લિમ આક્રમણ ખાળવામાં વસ્તુપાળની કુનેહનું નિરૂપણ કરતા નાટક “હમ્મીરમદમર્દન”ના તેઓ કર્તા છે. વસ્તુપાળના પુત્ર જયંતસિંહ અથવા જૈત્રસિંહની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વરદેવના યાત્રા મહોત્સવ પ્રસંગે એ નાટક ભજવાયું હતું; જયંતસિંહ એ સમયે ખંભાતને હાકેમ હતો. ઈ. સ. ૧૨૨૩ (સં. ૧૨૭૯) માં૧૭૦ જયંતસિંહ ખંભાતને હાકેમ થયો અને આ નાટકની જેસલમેરના ભંડારમાંની તાડપત્રીય પ્રતિ ઈ. સ. ૧૨૩૦ (સં. ૧૨૮૬)માં૧૭૧ લખાયેલી છે, એટલે ઈ. સ. ૧૨૨૩ અને ૧૨૩૦ ની વચ્ચે ક્યારેક એ રચાયું હશે. જયસિંહસૂરિની બીજી રચના એ “વસ્તુપાલ–તેજપાલપ્રશસ્તિ ” નામનું ૭૭ લોકનું કાવ્ય છે. એક વાર તેજપાળ સુવ્રતસ્વામીત્યની યાત્રાએ ભરૂચ આવ્યો ત્યારે ત્યાં શકુનિકાવિહારમાં કુમારપાળના દંડનાયક આંબડે બંધાવેલી ૨૫ દેવકુલિકાઓ ઉપર સુવર્ણના ધ્વજદંડ કરાવી આપવા માટે જયસિંહસૂરિએ એને વિનંતિ કરી. વરતુપાળની સંમતિથી તેજપાળે એ ધ્વજદંડો કરાવી આપ્યા,૧૭૨ એની સ્મૃતિમાં સિંહસૂરિએ આ પ્રશસ્તિકાવ્ય રચ્યું. કાવ્યના સ્વરૂપ ઉપરથી જણાય છે કે મન્દિરમાં કોઈ સ્થળે પથ્થર ઉપર એ કોતરવામાં આવ્યું હતું. પાછળથી શકુનિકાવિહારની મસ્જિદ બનાવવામાં ૧૬૭. “સમરાદિત્ય-સંક્ષેપ, પ્રશસ્તિ, પ્લેક ૪ ૧૬૮. પિટર્સન, રિપૅર્ટ , પૃ. ૧૦૦. વળી જુઓ વિમટી, પ્રશસ્તિ, બ્લેક ૧૪. ૧૬૯. ડુમરમામિનારાવયાનું વિમંટી, પૃ. ૫ અને ૫૦ ૧૭૦. જુઓ ગિરનાર ઉપરના વસ્તુપાળના શિલાલેખે. ૧૭૧. હમમ, પ્રસ્તાવના, પૃ. ૧; જેભંસૂ, પૃ. ૨૩ ૧૭૨. વળી જુઓ વચ, પ્રસ્તાવ ૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy