SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ : વિભાગ ૨ કેટલાક કેનાં ઉદાહરણ પ્રબન્ધમાં ૨પાપેલાં છે.૧૩૪ જૈન દર્શનને પ્રમાણભૂત ગ્રન્થ “સ્યાદ્વાદમંજરી” (ઈ. સ. ૧૨૯૨)–જે હેમચન્દ્રકાંત અચગવ્યવચ્છેદકાચિંશકા ” ઉપરની ટીકા છે, એના કર્તા મલ્લિપૈણસૂરિ આ ઉદયપ્રભસૂરિના શિષ્ય હતા (જિરકે, પૃ. ૧૨; પિટર્સન, રિપોર્ટ ૪, પૃ. ૧૨૫). નેમિચન્દ્રના પ્રવચનસારોદ્ધાર” ઉપર ટીકા લખનાર ૧૩૫ તથા કર્મવિપાક ” “કસ્તવ ” અને “શતક' એ ત્રણ કર્મગ્રન્થ ઉપર ટિપ્પણે લખનાર ઉદયપ્રભસૂરિ એ રવિપ્રભસૂરિના શિષ્ય હાઈકર પ્રસ્તુત ઉદયપ્રભસૂરિથી ભિન્ન છે. રવિપ્રભાશિષ્ય ઉદયપ્રભ ઈ. સ. ના ૧૨મા શતકમાં એટલે કે આપણું ઉદયપ્રભની પૂર્વે થયેલા છે.૧૩૭ (૧૦) જિનપ્રભ ૧૧૭ જિનપ્રભ એ ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિના શિષ્ય હતા. એમને વિશે વધુ કંઈ હકીકત મળતી નથી, પણ એટલું જાણવા મળે છે કે વસ્તુપાળના પુત્ર જયંતસિંહના વાચન અથે તેમણે ઈ. સ. ૧૨૩૪ (સં. ૧૨૯૦)માં એક પ્રબન્ધાવલિ” રચી હતી.૧૩૮ આ ગ્રન્થ કંઈક અપૂર્ણ અને અવ્યવસ્થિત સ્વરૂપમાં સચવાય છે અને એમાં કેટલાક પ્રક્ષેપ પણ થયા છે (પૈરા ૨૩૪); પરંતુ ગુજરાતના ઇતિહાસને એ એક મહત્ત્વને સાધનગ્રન્થ છે, અને એથી આચાર્ય :જિનવિજયજીએ “પુરાતનપ્રબન્ધસંગ્રહ” ના પ્રકાશનમાં એને સમાવેશ કર્યો છે. ૧૩૪. પુપ્રસં, પૃ. ૭૧; ઉત, પૃ. ૧૪૯ ૧૩૫. પિટર્સન રિર્ટ ૩, પૃ. ૨૬૨; જિરકે, પૃ. ૨૨ ૧૩. જુઓ “શતક” ઉપરના ટિપ્પણને અંતે— હવઘરમયજ્ઞાન9ીત ગાઝનાश्वतुरवचनामोदमृष्टामरेशगुरुप्रभाः । અમિઝવા બસ્તિતીર્તાस्तदनु महस: पात्रं याता रविप्रभसूरयः ॥ तच्छिष्यः स्वपरकृते श्रीशतकस्य टिप्पनम् । श्रीउदयप्रभसूरिश्वकार शुभमङ्गलम् ॥ કર્મવિપાક” અને “કર્મ સ્તવ” ઉપરનાં ટિપ્પણોને અંતે પણ આવા આશયના કે જોવામાં આવે છે. (જુઓ પ્રવર્તક શ્રીકાતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરાની હસ્તપ્રત નં. ૨૧૭૩.) ૧૩૭. જૈસાઈ, પૃ. ૨૫ ૧૩૮. પુપ્રસં, પૃ. ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy