SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૧૦૧ એથી પણ ટેકો મળે છે. ઉદયપ્રભસૂરિની અન્ય રચનાઓમાં વસ્તુપાળ અને તેજપાળનાં સત્કનાં ગુણગાન કરતાં “સુકતકીર્તિકર્લોલિની” અને વસ્તુપાલસ્તુતિ” એ બે પ્રશસ્તિકાવ્યું છે. એમાંનું પહેલું ઈ. સ. ૧૨૧ માં વસ્તુપાળની મોટી શત્રુંજયયાત્રા પ્રસંગે રચાયું હતું અને શત્રુંજય ઉપર તેણે બંધાવેલા ઇન્દ્રમંડપમાં એક શિલાપટ્ટ ઉપર તે કોતરવામાં આવ્યું હતું.૧૩૦ ધર્મદાસગણિ (૯ મી સદી પહેલાં)ને સુપ્રસિદ્ધ પ્રાકૃત પ્રકરણ “ઉપદેશમાલા” ઉપર “કણિકા” નામની વિસ્તૃત સંસ્કૃત ટીકા ધોળકામાં વસ્તુપાળે બંધાવેલા ઉપાશ્રયમાં રહીને ઉદયપ્રભે ઈ. સ. ૧૨૪૩ (સં. ૧૨૯૯) માં રચી હતી.૧૩૧ ગ્રન્થપ્રશસ્તિમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, આ ટીકા કર્તાના ગુરુ વિજયસેનસૂરિના સૂચનથી રચાઈ હતી, અને એની પહેલી નકલ દેવબેધ નામે એક વિદ્વાને તૈયાર કરી હતી. કનકપ્રભના શિષ્ય અને “સમરાદિત્યસંક્ષેપ ના કર્તા પ્રદ્યુમ્નસૂરિએ એનું સંશોધન કર્યું હતું. ઉદયપ્રભસૂરિની વિદ્વત્તાનું દર્શન વાયુમયનાં અન્ય ક્ષેત્રમાં પણ થાય છે. જ્યોતિષશાસ્ત્રને જાણ ગ્રન્થ “આરંભસિદ્ધિ' તેમણે રચ્યો છે. જેના માત્ર ૪૭ પ્રારંભિક શ્લેકે સચવાયા છે એવી એક ત્રટક કૃતિની તાડપત્રીય પ્રતિ પાટણમાં ખેતરવસીના ભંડારમાં સચવાઈ છે તે ઉદયપ્રભસૂરિની રચના છે અને એમાંના બીજા શ્લેક (પ્રમોમઃ ઇબ્રહ્મોસઃ પ્રવારિતામા) ઉપરથી એ કૃતિનું નામ કદાચ “શબ્દબ્રહ્મોલાસ” હશે એમ અનુમાન થાય છે. કૃતિના ઉપલબ્ધ શ્લોકે મોટે ભાગે મંગલાચરણના છે, અને તે ઉપરથી ગ્રન્થને વિષય પરત્વે કંઈ કહેવું મુશ્કેલ છે. ગ્રન્થના નામ ઉપરથી અનુમાન થાય છે તેમ, વખતે એ વ્યાકરણની તત્વચર્ચાને લગતી રચના હોય. ગિરનાર ઉપરના વસ્તુપાળના શિલાલેખો પૈકી એકમાંના શ્લેકે ઉદયપ્રભસૂરિએ રચેલા છે.૧૩૨ વસ્તુપાળે ખંભાતમાં ઈ. સ. ૧૨૨૫ (સં. ૧૨૮૧) માં બંધાવેલી પૌષધશાલાની ૧૯ શ્લેકની પ્રશસ્તિ ઉદયપ્રભે રચેલી છે,૧૩૩ અને એમના ૧૩૦. “સુકતકીર્તિ કર્લોલિની , શ્લોક ૧૬૩-૧૭ ૧૩૧. સેયં પુરે વવ વૃવવી વીર मन्त्रीशपुण्यवसतो वसतौ वसद्भिः । वर्षे ग्रह-ग्रह-वौ कृतभार्कसंख्यैः लोकैर्विशेषविकृतिर्विहिताऽभुतश्री: ॥ –“કર્ણિકા', પ્રશસ્તિ ૧૩૨. ગુલે, નં. ૨૧૨, પ્રાર્જર્સ, નં. ૪૩-૬ ૧૩૩. એનાલ્સ, પૃ. ૯, પૃ. ૨૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy